અંતરખોજ ની યાત્રા

અંતરખોજ

અંતરખોજ ની યાત્રા

મારી આ યાત્રા છે

સ્વયં ની શોધની,

ગંગાની જેમ પવિત્ર

ઉર્જાના સ્પંદનોની થી સભર.

મારે શોધી લેવા છે

સર્વ રહસ્ય આ જગના ,

મારે શોધી લેવા છે

સર્વ રહસ્ય આંતર જગના.

મારે નકી કરી લેવો છે

આત્માનો ભાવિ માર્ગ,

મારી અંતરયાત્રા નો માર્ગ

મારાં અંતિમ લક્ષનો માર્ગ .

મારાં આ ધ્યેય ને પામવા

ધીરજથી લક્ષ પ્રતિ

દ્રઢ સંકલ્પ થી પ્રતિબદ્ધ

હું પ્રતિપળ યાત્રા કરું છું.

લેખક:-મુકેશ શાહ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: