કેટલું સારું?

કેટલું સારું?
કેટલુ સારુ જો બધી વસ્તુઓ જેમ છે
એમ સ્વીકારુ તો,
કેટલું સારું જો આપણે હંમેશા આમ લાઞણી માં
બંધાયેલા રહીએ તો,
કેટલું સારું જો તું અને હું હંમેશા ને માટે
આપણે બની જઇએ તો,
કેટલું સારું જો હું તને મારા આવનારી કાલ અને
આજ માં જોવાની ઈચ્છાઓ સાથે જીવી લઉં તો.
લેખક-લાઈફ ઓબ્સેર્વેર – (ઝલક સોલંકી )