ક્યારે મળશે આવા નેતા ?
અટલજી ને સમર્પિત — ક્યારે મળશે આવા નેતા ? (કવિતા)
“આપનું આ દુનિયા માં આવવું એ એક માત્ર સંજોગ નથી.
તમે શીખવી ગયા રાજનીતિ ઘણા ને તમારા શબ્દો થી ,
આપની કલમ ચાલી ને અમને કવિ મળ્યા.
જેપી ની નજર પડી ને દેશ ને નેતા મળ્યા.
અમને તો જેવડો નફો , તેવડું નુકસાન મળ્યું.
કદાવર નેતા તો મળ્યા પણ કવિ ખોયો.
પણ હે પ્રભુ આંજે તે આ કેવો કર્યો રકાશ.
કવિ ને નેતા બેઉ લીધા, ને આપ્યો માત્ર… શૂન્યાવકાશ. ”
– દિનેશ પરમાર