ઘર

home
ઘર
સાંજે 7:00 વાગ્યે મનોજ ઘેર આવ્યો.
મનોજ થોડો ઉદાસ હતો.મનમાં અજંપો હતો.
ધીમે રહીને ઘરમાં પગ મૂક્યો અને તેણે જોયું તે તેના માન્યમાં ન આવ્યુ.
તેના પિતા પુષ્કર રાય તેના બંને બાળકો સાથે કાર્ટુન જોતા હતા.
અને તેની બા કાંતાબેન તેની પત્ની ભારતીબેન ને વાનગી શીખવાડતા હતા.
ખુરશી પર બેઠા પછી મનોજ બોલ્યો આ 1500 રૂપિયાનો ફ્લાવર વાઝ કોણે તોડ્યો.
તરત જ રસોડામાંથી અવાજ આવ્યો અને ભારતી બોલી પપ્પુ એ તોડ્યો. પછી બહાર આવીને ભારતી બોલી કે શાંતા ફઈ આવ્યા
હતા.અને કહેતા હતા કે તમે તો નાનપણમાં બહુ જ તોફાન કર્યા છે. અને મમ્મી નો પગ પણ તેમાં જ ગ.યો………………તે બોલી અને ભારતી નીચું જોઈ ગઈ. પછી ધીમે રહીને બોલી કાલે આપણે બધા પિક્નિક પર જઇશું.
આ સાંભળીને મનોજનો થાક ઉતરી ગયો. અને તે ખુશ થઈ ગયો… મનોજ ને ખુશ જોઈને કાંતાબેન અને ભારતી પણ ખુશ થઇ ગયા. બંનેએ પોતપોતાના જ વિચાર કર્યો હતો.
મનોજ ની હાલત વિશે આજે વિચાર આવ્યો ન હોત તો. તો આવતીકાલે વૃદ્ધાશ્રમમાં…………. આજે ઘર ઘર હતું.
લેખક:-ચંદ્રિકાબેન નરેન્દ્રકુમાર પંડ્યા- ચંદન