જીંદગી

જીંદગી
જીંદગી ચાલી સડસડાટ ને
હું ધીમો પડી ગયો,
પથ્થરો ની આ દુનિયા માં
જાણે હું સજીવ રહી ગયો,
પ્રેમનું સંગીત ભૂલઇ ગયું ને
બખાળો માત્ર રહી ગયો.
શબ્દો જાણે સુના પડી ગયા
ને બસ દેકારો મચી ગયો.
પ્રેમ રહી ગયો પાછળ ને
લફરાં આવ્યા આગળ,
સંબંધો માંથી જાણે
ભરોસો ખોવાઈ ગયો
તન થી તન મળ્યા ,
મનનો કોઈ મેળાપ નહિ,
તન હલકું,મન હલકું,
ને, ધનનો મોલ વધી ગયો
જીંદગી ચાલી સડસડાટ ને
હું ધીમો પડી ગયો.
– દિનેશ પરમાર