ડર નું ઓસડ (લેખ)
પ્રકરણ-૧
             ડર એટલે શું?..ડર..નું નામ લેતા જ મગજ માં વિચિત્ર વિચારો નું વાવાઝોડું શરુ થઇ જાય છે. ડર કેવો હોય? ડર ની વ્યાખ્યા કરવા ની જરૂર નથી કેમકે નાના બાળક થી માંડીને ઘરડા માણસ સુધી બધા જ જાણે છે આ ડર ને. તમને મને આ બધાને જ ડર લાગે છે. કોઈ કહે કે ભાઈ હું તો બહાદુર છું. મને ડર  ન લાગે ! તો ભાઈ વાત ખોટી. ડર તો લાગે જ, અને બધા ને લાગે. તો હવે બીજી વાત કે શાનો ડર લાગે છે? કોઈ ને અંધારા નો, કોઈને ઉંચાઈનો, તો કોઈને એકલતા નો. મિત્રો બાળપણ માં આપડે ભટુડી ની વાર્તા સાંભળી હશે ! એમાં ભટુડી ને શેનો ડર લાગતો હતો? કે એના બચ્ચાને કોઈ મારી ના નાખે એનો. ઘર ની બહાર નિકળો તો જાણે ડર નો સામનો કરવા માટે તૈયાર થઇ જાવ. રસ્તા પર ચાલો તો કોઈ વાહન ટક્કર મારસે તેવો ડર. વાહન લઈને નીકળો તો અકસ્માત થવાનો  ડર. બસ સ્ટેન્ડ ગયા તો બસ ચુકી જવાનો ડર. ઓફીસ પહોંચ્યા તો સાહેબનો ડર. છોકરાને શાળા માં મુકવાનો છે. એડમીશન મળશે કે નહિ એનો ડર. એડમીશન મળતા જ એની ફી સમય સર કેવી રીતે ભરાશે એનો ડર.
          વર્ષા ઋતુ માં વીજળી થાય તો ડર લાગે વીજળી પડવાનો. આવા કેટલાય પ્રકારના ડર થી સામાન્ય મનુષ્ય હમેશા ઘેરાયેલો રહેતો હોય છે. કેટલાક લોકો આપણને ધર્મનો,  કે ભગવાનનો ડર પણ બતાવતા હોય છે. દરેક માણસે આવા ડર થી છુટકારો મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.આમ જોવા જઈ એ તો ડર ના બે પ્રકાર છે. એક તો જે ડર સામે આવીને ઉભો છે એ ડર અને બીજો જે હજુ સામે આવવાનો બાકી છે એ ડર. જે ડર હજુ સામે આવ્યો નથી એ ડર કાલ્પનિક છે , તેનાથી વધારે ગભરાવવાની જરૂર નથી. ભાઈ જે પરિસ્થિતિ હજુ સુધી નિર્માણ થઇ જ નથી તેના વિશે અત્યારથી  વિચારવા ની શી જરૂર છે? જેમકે નોકરી છૂટી જશે તો મારું શું  થશે? એ  એક કાલ્પનિક ડર છે જે હમેશા માણસ ના મગજ માં હોય જ છે પણ પરીસ્થિતિ જન્ય છે. નોકરી છૂટી જાયઈ  તેના પહેલા ડરવાની જરૂર નથી. થોડી હિંમત રાખો . બીજી નોકરી માટે પ્રયત્નો કરો. આ પહેલા પણ તમારી પાસે નોકરી નહોતી છતાં પણ તમે મેહનત કરીને તમે એને મેળવી છે. અને ભૂતકાળ માં પણ એક સારું જીવન તમે જીવ્યા છો. તો ભવિષ્યની વધારે ફિકર કરવા કરતા , તમારા પ્રયત્નો ની સંખ્યા વધારો , સફળતા આપોઆપ જ તમાર કદમ ચુમતી આવશે.

પ્રકરણ-૨.

              ડર એક માનસીક સ્થિતિ છે. આવેગ છે  જે કાયમી નથી.અસ્થાયી છે. સારા વિચારો કરો . મન ને મજબુત કરે તેવા વિચારો કરો . કઈ ના થાય તો હનુમાન ચાલીશા કે ગાયત્રી મંત્ર બોલો. તમને જે આવડતું હોય તે ગીત, કવિતા કે લેખ વાંચો કે બોલો. તમાંરુ ધ્યાન જેટલું ડરથી વિમુખ રાખી સકાય તેટલું રાખવાનો પ્રયાસ કરો. ડરને તમારા પર હાવી ના થવા દો. જ્યાં સુધી આ ડર તમારા મસ્તિસ્ક સુધી જશે નહિ ત્યાં સુધી તમને તેનો અનુભવ નહી થાય. સામાન્ય વિદ્યાર્થીનો ડર એટલે પરિક્ષા. આ ડર પણ હોંશિયાર વિદ્યાર્થી સમયસર અને સંપૂર્ણ આયોજનથી અભ્યાસ કરીને દુર કરી શકે છે. બીજા કેટલાક ડર હોય છે સુક્ષ્મ પ્રકારના , જેમકે ઘરને તાળું મારી ને બહાર ગયા પછી એવો વિચાર આવવો કે ક્યાંક તાળું ખુલ્લું તો નહિ રહી ગયું હોય? ગેસ નું બટન ચાલુ તો નહિ રહી ગયું હોય? પંખો, ટી.વી. ફ્રીઝ ક્યાંક ચાલુ તો નથી રહી ગયા? મિત્રો આ કોઈ ડર નથી પણ આત્મવિશ્વાસ ની ઉણપ છે. અથવા તો કામ પ્રત્યે ની બેદારકરી કહી સકાય. જો તાળું બંધ કરતા આપડે પૂરતી. ચોક્કસાઈ થી કામ કર્યું હોત અથવા ટી.વી., ફ્રીઝ, બંધ કરતા પુરતું ધ્યાન રાખ્યું હોત તો બહાર ગયા બાદ તેના ચાલુ રહી જવાનો કોઈ ડર રહેત જ નહિ.
               ત્રીજો ડર છે લુંટાઈ જવાનો. આમતો આ ડર ખુબ પૈસાદાર લોકો ને જ લાગતો હોય છે છતાં આમાં કોઈ અપવાદ નથી. મિત્રો આપની પાસે ઘણા પૈસા હોય તો બેંક માં મૂકી આવો . દાગીના વગેરે બેંકના લોકર માં મૂકી સકાય. અને ઘરમાં જ રાખવા હોય તો વ્યવસ્થિત તિજોરી માં મુકો . બસ પછી રાત દિવસ એના જ વિષે વિચારી ને ગાંડા થવા ની જરૂર નથી. 
             બીજા એક કાલ્પનિક ડરનો કિસ્સો સંભાળવા જેવો છે. ગયા વર્ષે ચોમાશા દરમ્યાન હું ઉદયપુર(રાજસ્થાન) થી વાયા શામળાજી થી મહેસાણા આવતો હતો બસમાં .વચ્ચે  કોઈ સ્ટેસન થી એક પચાસેક વર્ષ ના  બેન મારી બાજુ માં બેઠા. તેમને મુકવા તેમના પતિ આવ્યા હતા . બેન તેમના પતિ ને કહેતા હતા કે મારી ચિંતા કરશો નહિ હું આરામ થી ગુજરાત પહોચી જઈશ અને તમારે હવે પાછા ઘેર જવું હોય તો જાવ. આવી વાત જાણી મને લાગ્યું બેન ખરેખર હિમ્મત વાળા છે. એકલા મુસાફરી કરતા પણ નથી ડરતા. પણ આ શું? ગાડી ચાલી ને પેલા બેન અચાનક જ થોડા પરેશાની માં જણાયા. મન માં કૈક બોલતા હોય તેવું લાગ્યું. મેં કાન લગાવ્યા તો હનુમાન ચાલીશા બોલતા હતા. વારંવાર ડ્રાઇવર અને પછી મારી સામું જોતા હતા. હું કઈ સમજતો નહોતો. આખરે બહેને પોતાનું મૌન તોડ્યું. અને મને હળવેક થી કીધું. આ ડ્રાઈવરે દારૂ પીધો હોય એવું તમને નથી લાગતું? મેં કહ્યું  ના. તમને એવું કેમ લાગે છે?. બેને જવાબ આપ્યો કે તે વારંવાર ડોલ્યા કરેછે ગાડી ચલાવતા ચલાવતા અને એની આંખો પણ લાલ દેખાય છે. મને લાગે છે કે નક્કી અકસ્માત કરી નાખશે આં ડ્રાઈવર. આ બેન ખુબજ ડરી ગયેલા એ સમયે. એતો રસ્તામાં દરેક વળાંક પર એમજ બોલતા કે હે ગયા ! આ જ તો મોત જ સામે આવ્યું છે. મિત્રો આને કહેવાય પરિસ્થિતિજન્ય ડર. અહિયાં બધુજ પેલા બેન ના પક્ષ માં હતું. વરસાદી વાતાવરણ હતું. રાજસ્થાન થી ગુજરાત સુધીનો ડુંગરાળ અને ઉંચો નીચો તથા વાંકો ચૂકો રસ્તો હતો. ડ્રાઇવર પુર ઝડપે બસ ચલાવતો હતો. એ ચા પાણી કરવા રસ્તા માં ઉભો પણ રહ્યો હતો ને એની આંખો પણ લાલ હતી. આ બધુજ પરિસ્થિતિજન્ય હતું પણ સાચી હકીકત એ હતી ડ્રાઇવર રાત દીવાસ  બસ ચલાવી થાકી ગયો હતો. તેની આંખો લાલ ઉજાગરા થી થઇ ગયી હતી. ઊંચા નીચા રસ્તા પર ખુબ ઝડપ થી બસ ચાલતી હતી અને ડ્રાઇવરનો બસ ઉપર પૂરો કંટ્રોલ હતો. બધાજ મુસાફરો બસ માં શાંતિ થી સુઈ રહ્યા હતા અથવા તો બેઠા હતા, છતાં પેલા બેન ને એવું લાગતું હતું કે બસ આ જે તો આવી જ બન્યું. આજે તો મોત નક્કી જ છે. તો આ હતો કાલ્પનિક અને પરીસ્થિતિ જન્ય ડર.

પ્રકરણ-૩

             આપણા પૂર્વજો આદીમાનવો હતા.શું એમનું જીવન આપણા  જેટલુ જ મજાનું અને સુખ સગવડ ભર્યું હતું? શું એમને રોજબરોજ ની તમામ ચીજ વસ્તુઓ આમ સરળતાથી પ્રાપ્ત હતી?  ઉત્ક્રાંતિ પહેલા આ લોકો વન્યજીવન ગાળતા. નદી કાંઠે રહેવું અને ફળ-ફળાદી ખાવું, શિકાર કરવોને જીવન વ્યતીત કરવું એ જ મુખ્ય ધ્યેય હતું. તેમના સામે જીવનને ટકાવી રાખવા માટે અનેક પડકારો હતા. ફિલ્મી ભાષા માં કહીએ તો રોટી, કપડા ઓર મકાન. આજના સમય માં જો લાઈટ (પાવર સપ્લાય) ચાર પાંચ કલાક માટે જાય તો માણસો ગભરાઈ જાય છે. એમને ડર છે કે જો લાઈટ નહિ આવે તો મોબાઇલ કેવી રીતે ચાર્જ થશે? હું ટી.વી કેવીરીતે જોઈ સકીશ ? મારું એ.સી બંધ રહેશે તો હું ઘરમાં કેવી રીતે રહીશ? વિગેરે.વિગેરે. તમારાસવાલો અને તમારો ડર વ્યાજબી છે ભાઈ. પણ એક વાત નો જવાબ આપો કે તમે આ બધી જે તકલીફો જણાવી તે ભૂતકાળ માં આદિમાનવ કે આપના પૂર્વજોને નડી હતી? તમે કહેશો કે આ તે કેવો વિચિત્ર સવાલ છે? તમે આ તકલીફો કે ડર દુર કરવાની જગ્યા એ આવા બકવાસ સવાલો કરો છો? આ બધીજ સમસ્યા પેદા કરવામાં પણ આપણો થોડા ઘણા અંશે ફાળો રહેલો છે.  જેમકે સામાન્યતઃ મારો મોબાઈલ દિવસ માં એક જ વાર ચાર્જ કરવો પડે છે. પરંતુ જે મોબાઈલનો ઉપયોગ પહેલા હું માત્ર ફોન કરવા માટે કરતો હતો એજ ફોનનો ઉપયોગ મેં વધારી દીધો છે, હવે હું દિવસભર બિનજરૂરી ચેટીંગ કરું છું મિત્રો જોડે, ફાલતું વિડીઓ ડાઉનલોડ કરુછું, નકામુ ઈન્ટરનેટ અને ડેટા ખર્ચ કરું છું અને બેટરી પણ ખતમ કરું છું. અને ફરી પાછો મોબાઈલ ચાર્જ કરવા મુકું છું. આમ મારે વારે વારે મોબાઈલ ચાર્જ કરવો પડે છે. હવે જો લાઈટ  જતી રહે અથવા બહાર જટતી વખતે ચાર્જર ભૂલી જાઉં તો મને ખુબજ ડર લાગે છે. એ.સી , ટી.વી.,પંખા, આ બધીજ વસ્તુ ઓનો આપણે અમર્યાદિત ઉપયોગ કરીએ છીએ. બસ આ જ મોટું કારણ છે આપણા ડર નું . ભૌતિક સુખ સંપતિ નો મર્યાદિત ઉપયોગ આપણ ને ભવિષ્યના ડર થી બચાવે છે. પેટ્રોલ , ડીઝલ નો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ કુદરતી સંપતિનો કાળજીપૂર્વકનો ઉપયોગ આપણા સુખ ના દિવસો વધારે છે અને આપણી આવનારી પેઢી માટે પણ સોનેરી ભવિષ્ય ભાખે છે. આપણા પૂર્વજો એવા આદીમાંનવો ની સામે અનેક કુદરતી આફતો આવી હોવા છતાં તેમણે ડર્યા વગર તેમનો હિંમતથી સામનો કર્યો. તેમના અનુભવો માંથી આગળ ની પેઢી શીખી અને ભૂલોનું પુનરાવર્તન અટકાવ્યું. આદીમાનવો એ શિકાર કરવા માટે નવા ઓજાર અને શસ્ત્રો બનાવ્યા. કપડા બનાવ્યા. ખોરાક રાંધી ને, શેકીને, કે બાફીને ખાવાનું શરુ કર્યું. ઘર બનાવ્યા, વાહનવ્યવહાર માટે પશુઓ નો ઉપયોગ શરુ કર્યો. ખેતી કરવાની નવી પદ્ધતિ શીખી.  આ બધું શું થયું તો, નવીન ટેકનોલોજી આવિષ્કાર અને ઉપયોગ થયો પોતાના જીવન ની તકલીફો અને ડર દુર કરવા માટે. આ બધી ઘટનાઓ એ વાત ની સાક્ષી પૂરે છે કે માનવ જાતિ એ સમય સમયે પોતાના જીવન ધોરણ માં ફેરફાર કર્યા છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે તમામ પ્રકાર ના ડર ની સામે. માટે આપણે ડર નું મજબૂતાઈ થી સામનો કરવો કારણ કે ડર ની આગળ જીત છે.
                                                                  

                                                                       -દિનેશ પરમાર

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: