તરુણ પ્રણય (કવિતા)

તરુણ પ્રણય (કવિતા)

 

“તમને શમણામાં કેદ કરી મીઠી નીંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પેલા પ્રણય ની મજા માણી લઉં.
પુનમનો પ્રકાશ હવે દઝાડે છે દિલ ને બહુ,
કોઈ આવી ટોકે ઈ પેલા ચાંદનીની મજા માણી લઉં.
આ ફૂલડાની સેજ પર થોડોક આરામ ફરમાવી લઉં,
કોઈ આવી રોકે ઈ પેલા રંગો ની હોળી ખેલી લઉં.
પ્રેમની નજરથી તમને નીરખવાની મજા માણી લઉં,
ઓઝલ થઇ જાવ ઈ પેલા કચકડે એક તસવીર કંડારી લઉં.
તમને શમણામાં કેદ કરી મીઠી નીંદર હું માણી લઉં,
કોઈ આવી જગાડે ઈ પેલા પ્રણય ની મજા માણી લઉં.”

-દિનેશ પરમાર

** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી  જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: