ધારણાઓ ન બાંધીશ મારાં વિશે…

ધારોકે પહેલી વાર હું રમવા જાઉં ને ઉંબરો ઓળંગી તું દઉં,
તો,
સમજી ના લેતી કે આધાર તારો તેં મને જોઈશે વારે – તહેવારે કે ઊંચી મેડી હું કૂદી જઉં!!
ધારોકે પહેલી વાર હું જમવા જઉં ને કોળિયો મ્હોમાં મૂકી તું દઉં,
તો,
સમજી ના લેતી કે સહકાર તારો તેં મને લાગશે આખો દિ’ કે સ્વાસ્થ્ય હું સુધારી લઉં!!
ધારોકે પહેલી વાર હું ઉદાસ થઉં ને વિદૂષક બની હસવી તું દઉં,
તો,
સમજી ના લેતી કે અખતરા તારાં તેં મને હસાવવા આયખું પૂરું ખુદને હું જગવી લઉં!!
ધારોકે પહેલી વાર હું રોદણાં ગઉં ને રૂમાલ બની અશ્રુ તું લૂછું,
તો,
સમજી ના લેતી કે કિનારી ગૂંથી ને તેં મને વફાદારી દાખવી કે મારું ય તને હું સોંપી દઉં!!
® તરંગ