પ્રતિક્ષા

sad boy
પ્રતિક્ષા
જોને આ સાંજ સરકતી ક્યાં સુધી જશે
તુષણા આ તારી સળગતી ક્યાં સુધી જશે
નિયતિ કહે છે એકમેકમાં સાવ સમી જવું
ક્ષિતિજ વચ્ચે બળબળતી ક્યાં સુધી જશે
કોઈ કહે કે ના કહે કંઈક તો ભેદ હશે જ
જિંદગી સાવ જ અછડતી ક્યાં સુધી જશે
પ્રતીક્ષા ઉછળતા મોજાઓ સમી હોય છે
પાષાણ ભીતરે અથડતી ક્યાં સુધી જશે
છીએ આપણે બે દ્વિપો ના પ્રવાસી
‘કિરન’ મિલન ની આશ અટકતી ક્યાં સુધી જશે
લેખક:- ‘કિરન’ મિલન ની આશ અટકતી ક્યાં સુધી જશે -દેવાનંદ જાદવ ‘કિરન’