પ્રીત અમારી સાવ સાચી

krishna
પ્રીત અમારી સાવ સાચી
પ્રીત અમારી સાવ સાચી કાનુડા. પ્રીત અમારી સાવ સાચી.
તને લાગે કેમ કાચી કાનુડા ,પ્રીત અમારી…..
તૂ છે કાળો ને રાધા ખૂબ ગોરી જામે ના તારી બહુ જોડી કાનુડા
પ્રીત અમારી સાવ સાચી કાનુડા. પ્રીત અમારી સાવ સાચી.
રાધા ને બોલાવે કહી પ્રાણ પ્યારી અમને કહે છે સાળી…
ત્યારે વાગે છે કાળજે કટારી કાનુડા. ..
વ્રજની એ નાર કહે સજી શણગાર જ્યારે. મળ્યા મોહન ત્યારે ……….
નીરખી નીરખી ને આંખલડી થાકી કાનુડા……………………
લેખક : મીનાક્ષી સોન્ડારવા