પ્રેમનું તમે નામ પાડ્યું !

પ્રેમનું તમે નામ પાડ્યું ! (કવિતા)
પ્રેમનું તમે નામ પાડ્યું ! ને પ્રેમી થઇ ગયા !
ઉફ્ફ..અમે કેટલા પરેશાન થઇ ગયા ?
અમે તો પ્રેમ જોગી , નાત મારી નોખી.
પ્રેમ વિના કંઈ નહિ, વાત મારી ચોખી.
પ્રેમ જ તો કર્યો છે. ખોટું કંઈ કામ નહિ.
ઉફ્ફ..તોય જુઓને સજા કેટલી મળી ગઈ?
પ્રભુનો પ્રષાદ છે પ્રેમ, સહુ કહેતા, સાચી વાત?
પ્રેમમાં પાખંડીય ક્યાં થોડા છે? ખોટી વાત ?
પ્રેમનો શું ભાવ ચાલે છે ભાઈ આ જગમાં ?
ઉફ્ફ.. સાવ સસ્તા માં વેચાઈ ગયા ! આ બજાર માં !
ઓલ્યા પ્રેમી બની શિયાળવા, આઝાદ ફરે છે! ને,
ઉફ્ફ.. આ ભરોસાનો ભેરુ હણાઈ જાય છે ફોગટ માં
.
તમે તો પ્રેમ ના નામે પ્રસિધ્ધ ને……….
ઉફ્ફ…શહેર માં અમે કેટલા બદનામ થઇ ગયા?
પ્રેમનું તમે નામ પાડ્યું ! ને પ્રેમી થઇ ગયા !
ઉફ્ફ..અમે કેટલા પરેશાન થઇ ગયા ?
-દિનેશ પરમાર
** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **
** માતૃલીપી પર રચના વાંચો અને અમને તમારા પ્રતિભાવો કમેન્ટ્સ બોક્ષમાં જરૂરથી જણાવો અને સોસીયલ મીડિયા માં શેર કરી શકો છો. **