બાળપણ ની સ્મિત

બાળપણ ની સ્મિત
પંખીઓને કલરવ કરવા તે વાત મળી ગઈ
પારેડાં ને વર્ષા કેરી મધુર તે રાત મળી ગઈ
નાના બાળ ને તેની જૂની મસ્તી મળી રે ગઈ
મને તે ભૂલકાં ના મુખ પર સ્મિત મળી ગઈ
મોરલા ને ટહુકવા અષાઢ ની સાથ મળી ગઈ
નાના બાળ ને પેલા ખાબોચિયા ની યાદ મળી ગઈ
પેલા જાંબુડા ને ચોમાસા ની વાત મળી રે ગઈ
ત્યાં ગોટલી ને ઉનાળા ની મીઠી વાત મળી ગઈ
મીઠી મધુર સુગંધ લઈ ધરતી ની મીઠી માટી ની
મને તો ભૂલકાં ના મુખ ની સ્મિત મને મળી ગઈ
લેખક:- વાઘેલા હરપાલસિંહ.