મજબૂરી

sad boy

sad boy

રહી ગઈતી વેદના તે,પુરી થઈ ગઈ
ઘરમાં રહીનેય સૌથી,દુરી થઈ ગઈ

ચાર દાડામાં તો સૌ,જુદા થઈ ગયા
રોજની યાદો લે,મજબૂરી થઈ ગઈ

લખીનેય કેટલું લખવું હવે રોજ મારે
જો કલમનીએ કહાની,પુરી થઈ ગઈ

અકળાવ કે અથડાવ છું નથી ખબર
સૌની આંખે મારી હાજરી ચડી ગઈ

હસું તો કહે કંઈ ચિંતા નથી હો તારે
'આશુ' જોઈને કહે,ચિંતા ખાઈ ગઈ

લેખક/કવિ:- આશુમન સાંઈ યોગી રાવળદેવ

 

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: