parents

રેસટોરંટ
નિમિષ અને નિમિષા તૈયાર થઇને સોફા પર બેઠા હતા. બસ, પપા રેડી થઈને તેમના રુમની બહાર આવે એટલે ડીનર માટે કયા જવું તેની ચર્ચા કરતા હતા.એવામાં જ પપા Cheerful Mood સાથે બહાર આવ્યા . પપા નો મિજાજ જોતા કોઈને પણ ખ્યાલ ના આવે કે તે વારંવાર ની માંદગી માથી બહાર આવ્યા હોય. આજે આ નિમિષ અને નિમિષા એ તમના વૃધ્ધ પપાને લઈ ને શહેરની સારી રેસટોરંટ મા ડિનર માટે લઈ જવાનું નક્કી કર્યું હતું. નિમિષે પપાને તેમની જ પસંદગી ની રેસટોરંટ માટે પપા ને જ ઓપશન આપ્યા .આખરે પપાએ મેક્ષીકન રેસટોરંટ પર જ પસંદગી ઉતારી . કારમાં ત્રણે જણા બેસવા માંજ હતા ને નિમિષા ને કશુક યાદ આવ્યું , ઝટ કરી ને અંદર ગઈ ને પાંચ મિનીટ માંજ કારની પાછળ ની સીટ પર બેસીને ગોઠવાઈ ગઈ ને નિમિષને ગાડી ચલાવવા નો સંકેત કર્યો. નિમિષે નિમિષા ને પૂછ્યું કે, “તૂ કેમ આમ અચાનક જ દોડતી ઘરમાં ગઈ તી? ” તો નિમિષાએ આછા Guilt ના ભાવ સાથે કહ્યું કે,” તું આમ મને ઉતાવળ કરાવતો હો છો ને તો ક્યારેક મહત્વ ની વાત પણ ભુલાય જતી હોયછે , એટલે તુ મને ખોટી ઉતાવળ ના કરાવતો હોય તો સારું. પણ મને ખબર છે જ કે તું આ ટેવ મારા માટે તો ક્યારેય બદલી નહી શકે.” નિમિષાએ થોડ છણકાના ભાવ સાથે કહ્યું.

” ઓકે,ઓકે બાબા આઈ એમ વેરી સોરી પણ કહેતો ખરી તૂ કેમ અચાનક ગઈ હતી”? નિમિષે તેમને મૂડમા લાવવા પૂછ્યું . ” નિમિષ તને તો ખબર જ છે ને કે, આપણે પૂરા વૈષ્ણવ છીએ ને કોઈ પણ બાબત આપણા લાલા, કાનુડા ને પૂછયા વિના કે તેમની જાણ વગર કાંઈ નથી કરતા.તો હું આપણા લાલા, લડ્ડુ ગોપાલ ને કહેવા ગઈ હતી કે, આપણે ત્રણ મેક્ષીકન રેસટોરંટ મા જઈએ છીએ અને આવતા થોડૂ મોડું થશે.”

આ બન્ને નો સંવાદ ચાલતી કાર માંજ થતો હતો. નિમિષ મનમાં જ વિચારતો હતો કે, લાલા ની ઇચ્છા િવના કયા એક ડગલું પણ ભરી સકાય છે!! લાલો તો જગત નો નાથ છે, સર્વત્ર ,સર્વજ્ઞ અને સર્વ શક્તિમાન છે, દરેક અણુ અણુ મા છે. પણ નિમિષ તેની માન્યતા તેના પૂરતી જ િસમિત રાખવા માંગતો હતો. પપા કાર ની આગળ ની સીટની બારી નો કાચ ખોલીને પવન ના લહેરના ખાતા ખાતા આ બન્ને ની વાત શાંતિથી સાંભળતા હતા ને મનોમન હરખાતા હતા કે, તેમને નિમિષા જેવી સંસ્કારી,ધાર્મિક ને ખાનદાન પૂત્રવધૂ મળી છે. એ ચોક્કસ ઘરની દરેક પ્રણાલિકા ને સાચવી ને જતન કરશે જ.
parents
એટલા માતો રેસટોરંટ આવી ગઈ. નિમિષ નિમિષા એ પપા ના બન્ને હાથ પકડી ને રેસટોરંટ મા પ્રવેશ્યા. થોડી વાર ના વેઈટીંગ ટાઈમ પછી તેઓ મેઈન હોલમા આવ્યા ને પોતાની સીટ પર બેઠા. રેસટોરંટ ખાસ્સી મોટી ને હાઈ-ફાઈ લાગતી હતી. Customers પણ દેખીતી રીતે શ્રીમંત અને Educated લાગતા હતા. નામ પ્રમાણે Continental MENU હતું . સૌ સૌ એ પોત પોતા ની ચોઈસ મુજબ આઇટમ સિલેકટ કરી ને ઓરડર આપ્યો . થોડી વાર મા આઇટમ આવી ગઈ ને ત્રણે જણા એ ખાવા નું શરૂ કર્યું . નિમિષ અને નિમિષા એ પપાને પોતાની બન્ને ની વચે બેસાડ્યા હતા, જેથી પપા નો વધૂ ખ્યાલ રહી શકે.

જમતી વખતે ઘણી વાર પપા ની વૃધ્ધાવસથા ને લીધે જમવાનું તેમના કપડા ઉપર પડતી હતુ. આ જોઈને રેસટોરંટ મા આવેલ બીજા લોકો, નિમિષ ના પપા ને ધૃણા તથા સુગ થી જોતા હતા.બીજા લોકો ની આવી ધૃણાજનક વર્તણૂક અને છૂપી હરકતની નિમિષ અને નિમિષા ને જાણ તો હતી, પરંતુ એ યુગલ બિલકુલ સ્વસ્થ અને શાંત રહીને તેના પપા ને જમવા મા પ્રેમથી મદદ કરી રહયા હતા.

થોડી વાર પછી તેમના પિતા એ જમવાનું પુરૂ કર્યા બાદ આ યુગલ કોઈપણ જાતની શરમ કે ક્ષોભ વગર, તેના પપા નો હાથ પકડીને રેસટોરંટ ના વોશરુમ મા લઇ ગયા. તેમના કપડાં પર પડેલ ડાઘ ધોયા, ચહેરો સાફ કર્યો, ચશ્મા લુછી ને પહેરાવ્યા અને પપા ના વિખરાયેલા વાળ મા કાંસકો ફેરવીને વ્યવસ્થીત કરીને ત્રણેય પ્રસન ચહેરે બહાર આવ્યા. પપા ઘણાજ Fresh લાઞતા હતા.એવુ લાગતું હતું કે તેમને મેનું મા મજા પડી ગઈ હોય.

આ દૃશ્ય ત્યા આવેલ શિક્ષીત લોકો, આ ફેમિલી ને ખામોશી થી જોઈ રહ્યા હતા. પણ નિમિષ તથા નિમિષા કોઈના છૂપા અભિપ્રાય ની પરવા કર્યા સિવાય રેસટોરંટ ની મજા માણી અને પપા પ્રત્યે ના સેવા ના આદર ને ચાલુ જ રાખ્યો. બિલનું Payment કર્યા પછી તે લોકો બહાર જતા હતા ત્યાંજ, ત્યા ડિનર કરી રહેલા અેક સજ્જને એ નિમિષને ને સાદ પાડીને પૂછયું કે, “તમોને નથી લાગતુ કે તમે અહીં કશુક છોડીને જઈ રહ્યા છો “?. ત્યારે આ યુગલે પપા ને ત્યાં રાખેલ સોફા પર ટેકાથી બેસાડી ને પેલા સજ્જન ની સંમુખ આવ્યા અને ઘણી જ વિનમ્રતાથી જવાબ આપ્યો કે ” ના સાહેબ, અમો અહીં કાઈ છોડીને નથી જઈ રહ્યા, આપની ચોકકસ કોઈ ભૂલ થઈ રહી છે, તેવુ અમને લાગે છે.છતાં તમારા ધ્યાન મા કાંઈ હોય તો કહો. પપા ક્યારેક તેમની ઉંમર ને લીધે કાંઈ ને કાંઈ ભુલા જતા હોય છે. ”

તેના પ્રતિભાવ મા આ સજજને કહ્યુ કે, “તમને કદાચ ખ્યાલ નથી પરંતુ તમે બન્ને અહીં દરેક દિકરા- વહુ માટે જીંદગી ની ઉમદા શિક્ષા, બોધ અને જીવન મા અપનાવવા લાયક અમૂલ્ય પ્રેરણા મૂકીને જઈ રહ્યા છો. હૂં માનું છૂ કે, અહીયા બેઠેલ તમામ પિતા માટે મોટી આશા અને ઉમિદનૂ વાવેતર કરી ને જઈ રહીયા છો. મને બીજા લોકોનો તો ખ્યાલ નથી પણ હૂં ચોક્કસ પણે એવું માનું છું કે જ્યારે મા-બાપ અને વડિલો પ્રત્યે સન્માન ના મૂલ્યો ઘસાતા જાય છે, ત્યારે તમો સાચા અર્થ મા જીવંત ઉદાહરણ છો”. પેલા સજ્જને તેમની વાત પૂરી કરી.

તયારબાદ નિમિષા અે વાત નો દોર હાથ મા લેતા કહ્યું કે, ” તમે કદાચ અમારું વધૂ પડતું મૂલયાંકન કરી રહ્યા છો, એવું અમોને ફલિત થાય છે. તમારી ભાવના ની હૂં કદર કરૂ છૂ, પણ અેવૂ વિશેષ પણ નથી કરી રહ્યા કે તમે અમારી અેક િવશિષઠ છાપ બનાવો. રહી પપાની વાત, લોકો મંદિર મા જઈ ને પ્રભુ ને શોધવા તેના દર્શન કરવા જતા હોય છે, જ્યારે અમે બન્ને તો એટલા નસીબવાન છીયે કે પપા ના સ્વરૂપે પ્રભુ અમારી સાથે, અમારી પાસે હાજરા હજૂર છે. તેમના આશીર્વાદ મેળવીને અમે અમારી જાતને ધન્ય બનાવવા ની કોશિષ કરી રહ્યા છીયે .”
આટલું કહી ને એ બન્ને એ પપા તરફ ચાલવા નું શરુ કર્યું. ફરી નિમિષ, નિમિષા એ પપા ને પોતાના ખંભા ના ટેકાથી ઊભા કરી, કાર તરફ જવા મંડયા.
ત્યાં બેઠેલ દરેક વ્યક્તી તથા પેલા સજ્જન આ યુગલ ના સંસ્કાર તથા સાચા શિક્ષણ ને સલામ કરતા કરતા, જતા જોઈ જ રહ્યા, એવી ઊંડી અભિલાષા સાથે કે કાશ! દરેક ઘરમાં નિમિષ અને નિમિષા જેવું સમજુ કપલ હોય.

સામાન્ય રીતે આપણે આપણા વૃધ્ધ માતા પિતા ને આપણી સાથે લઇ જવાનુ પસંદ કરતા નથી અને કહીયે છીએ કે, તમે અમારી સાથે આવી ને શુ કરશો? તમારા થી ઠીકથી ચાલી પણ નથી શકાતુ કે તમારા થી તમારાથી ટેબલ મેનરસ થી જમી શકાતુ, એટલે તમો ઘરે જ રહો તો વધુ સારુ રહેશે.

મને લાગે છે કે ઘણા યુવક યુવતીઓ ના આવા અભિગમ ની વચ્ચે, આજ ના પરિપેક્ષ મા, ઉપરનો અનુવાદીત નાનો રહદય ને ઠંડક આપે તેવો નાનો પ્રસંગ દરેક માટે પ્રેરણાદાયી રહેશે, અેવુ હું માનુ છે. તમે આ વિશે શું વિચારો છો?

મહેંદ્ર ઠાકર
અમદાવાદ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: