લોકડાઉન બાદ

lockdown

લોકડાઉન બાદ

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે ભારત દેશે પણ તબકકાવાર લોકડાઉન જાહેર કરીને નાગરિકોના જીવ બચાવવા માટેની પ્રાથમિકતા સમજી છે. હાલના સમયે શું થઈ રહ્યું છે તેના કરતાં લોકડાઉન બાદની પરિસ્થિતિ એ પણ એક સળગતો પ્રશ્ર્ન છે અને રહેશે પણ. આપણે આટલા દિવસ અથવા જ્યાં સુધી ઘર માં કેદ છીએ ત્યાં સુધી શું કર્યું એ વાતો જાહેર કરવામાં કોઈ વિલંબ કરવાના નથી એ હું પણ જાણું છું પરંતુ આજે હું લોકડાઉન બાદ વિશે માહિતી આપવા માંગુ છું.

૧) લોકડાઉન બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ ને ફોલો કરવું અને અન્યો ને પણ ફોલો કરાવવું.

૨) લોકડાઉન દરમિયાન ઘરે જમીને કંટાળી ગયા હોવ એ સ્વભાવિક છે પરંતુ ઘરે જ જમવું કારણકે બહાર ગમે તેટલા ભાવની વાનગી મળે પણ ઘર જેવા ભાવથી તો ન જ બને.

૩) લોકડાઉનમાં આપણે બધાએ શીખી લીધું હોય કે પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડાં અને મકાન જ છે તો મોજશોખ જેવા કે મૂવી પ્લાનિંગ, ટ્રીપ પ્લાનિંગ, વોટર પાર્ક, રેસ્ટોરન્ટ, હોલીડે ગેધરીંગ ને જીવન નો ભાગ ગણવો જીવન નહિ.

૪) મિત્રતા અનેરી હોય છે અને લોકડાઉનમાં એ શીખી લીધું છે કયો મિત્ર-મિત્ર અને કયો શત્રુ-મિત્ર કે મિત્ર-શત્રુ છે તો સંબંધોની ધાર અસરદાર હોય અને રહે એવા મિત્રોને જ પ્રાધાન્ય આપવું.

૫) માતાપિતા કે વડીલ દ્વારા થયેલ બચત જો આપણને આ લોકડાઉન દરમિયાન કામ લાગી હોય તો આપણે પણ બચત કરતા શીખી જવું જોઈએ તો બની શકે કે આપણી પેઢી કે રાષ્ટ્રહિત માં કઈંક કામ આવે.

૬)ઘણા નહિ પણ મોટાભાગના લોકોનું એવું માનવું છે કે ખરાબ સમયને ભૂલી જવો જોઈએ પણ આ ખરાબ સમય ને ક્યારેય ભૂલવો જોઈએ નહિ કારણકે યાદ રાખો કે આ એ જ સમય છે કે જેણે તમને ઘણું બધું સારું શીખવાડ્યું છે.

૭) લોકડાઉન દરમિયાન તમે કોઈ આવડત શીખ્યા હોવ , કોઈ ટાઈમ ટેબલ ને અનુસર્યા હોવ, કોઈ પુસ્તક વાંચ્યું હોય કે કોઈ ને કોઈ કામમાં રચ્યાપચ્યા રહ્યા હોવ અને તમને તેમાંથી આનંદ મળ્યો હોય તો તે પ્રવૃત્તિને જીવનપર્યત કરવી કારણકે આનંદ જ જીવન છે.

૮) લોકડાઉન દરમિયાન આપણને પેટ્રોલ-ડીઝલ ની કિંમત કે પછી સમય ની કિંમત સમજાય હોય તો એ પણ નોંધવું કે સમય પસાર થતો નથી એ આપણા પર છે કે આપણે સમય ને કઈ રીતે પસાર કરીએ છીએ.

૯) જો આજુબાજુ નકારાત્મકતા પ્રવર્તમાન હોય તો આંતરિક સકારાત્મકતા જ તમને ઊર્જાવાન અને આયુષ્યમાન બનાવી શકે અન્ય કોઈ નહિ.

૧૦) સ્વાનુભવ દ્વારા શિખેલી અને સમજેલી એક વાત અંતમાં , એક ખોટી માન્યતા છે જે વર્ષોથી મનમાં ઘર કરી ગયેલી છે, જે આ સાથે દૂર કરવા માંગુ છું કે જીવનમાં જરૂરી જેવું કંઈ જ હોતું નથી, તમે પણ.
લેખક: સૌરભ અંધારિયા
નોધ:- ઉપરોક્ત તમામ વિચારો લેખક ના પોતાના છે. અમે માત્ર તમારી સમક્ષ મુકવાનું માધ્યમ છીએ.તમારા અનુભવો તમે નીચે કમેન્ટ્સ બોક્ષ માં લખીને અથવા અમારા સોશીઅલ મીડિયા પેજ પર પણ રજુ કરી શકો છો. ધન્યવાદ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: