સવાલ ઉપર સવાલ

સવાલ ઉપર સવાલ
સવાલ ઉપર સવાલ તમારા ને જવાબ હવે જડતા નથી,
શોધું છું, ક્યારનોય પણ પૃથ્વીનો છેડો મળતો નથી.
કીલોમીટર તો કેટલાય કાપ્યા, મંઝીલ હજુ દેખાતી નથી,
એ છે ક્યાંક, પણ સરનામું પાક્કું કોઈ કહેતું નથી.
રસ્તા બધાય બદલ્યા, ને દરેક વળાંકે વળી ગયા,
જ્યાંથી નીકળ્યા તા વળી પાછા, ત્યાં જ પહોચી ગયા.
જાત નામ રંગ ધરમ, બધુય બદલી જોયું,
શોધી રહ્યા તે ક્યાંય ન મળ્યું, નકામું સઘળું જોઈ લીધું.
દુનિયા ના નકશા મોટા જોયા, બધાજ અહિયાં ખોટા પડ્યા,
સ્વર્ગનું સરનામું અમે પૃથ્વી પર શોધી રહ્યા.
સવાલ ઉપર સવાલ તમારા ને જવાબ હવે જડતા નથી,
શોધું છું, ક્યારનોય પણ પૃથ્વીનો છેડો મળતો નથી.
- દિનેશ પરમાર