સાથી

સાથે છે એ..

જાણકાર છતાં અણજાણ્ એવો સાથી આવ્યો, મળ્યો; ભળ્યો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાતક પક્ષી જેમ અશ્રુ મમ ઝીલવા મથતો; ઝીલતો ય; ઝઘડતો ય; ચિઢવતો ય;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

દુર્લભ સમ તકલીફોને મારી ચુમવા મથતો; દૂર પણ કરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

બેવકુફીઓ મારીથી થાકતો; લઢતો;
નમતો ન કદીયે;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

નર્ક સમ મુજ ઊંડાણમાં ડૂબતો; તરતો;
દમ ભરવા ગુંગળાતો, અટવાતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

મુકતાંગણમાં સ્વૈરવિહાર કરવા ચાહતો; બાથમ્બાથે ય કરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સહકાર મુજથી ન મળતો છતાંયે હમેશ પડખે ઊભો રહેતો;
ચુપકીદીથી સઘળાં મમ કાર્યો નિપટાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

કહેલું એનું ન કરું તો શબ્દોથી વિશેષ ફટકારતો; ક્રોધમાં પલાયનતા દેખાડતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાહવા છતાંયે ચાહત કદીયે ન સ્વીકારતો, ન બંધાતો માયાજાળમાં;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સપડાવા ન માંગતો સાંસારિક માયાજાળમાં; ચક્રવ્યૂહ ભેદતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ભાઈ-જન્મદાતાની ફરજમાં ભટકતો; સમજણ મુજથી અપેક્ષિત ચાહતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ક્ષણમાં રિસાતો; પળમાં રૂંધાતો; જાહેરમાં કદી ના રડતો – રડાવતો છતાંયે;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

હરિયાળા વનવગડામાં ભટકવા મથતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

રાગ-દ્વેષમાં અગત્સ્ય મુનિ તણો અવતાર જાણે ભવિષ્યવાણી સાચી ભાખતો; ખરી ઠેરવી બતાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ભૂલી મારગ અવળાઈ દાખવતો, ખોટું લાગ્યું ન્થ કહી સાચું ય ન કહેતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

મંદ મંદ પવન સરીખો ઊડતો; વાવાઝોડા સમ હળવું મન મમ ઉધવસ્ત કરી નાખતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

જાણીને ખીજવતો,મને દુઃખી ય કરતો; છોડી ચાલ્યો જૈશ ધમકી ય દેતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ચાહ પામવા તરફડતો; તલસતો; તરસાવતો; ને ભૂલો બધી ગણી ગણીને બજાવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

સચ જાણવા છતાંયે હંમેશા ચકાસતો રહેતો; ન્થ સાથે એવું દાખવતો;
જગમાં રહેવાનું છે મારે એકલપંડે એમ શીખવતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

ખોઈ બેસું હું આસ્થા ત્યારે – કદાચ જ રહી જાઉં બની સથવારો કહેતો, પણ બંધાયે ન બંધાતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો!

અપનાવે જો કો’ હ્રદયકમળમાં, અતીતમાં રહેવા તૈયાર હતો;
નૈં રોકાય સંબંધોમાં કે અશ્રુથી ન્થ ડરતો;
છું તમ સાથે સદાયે એમ કહેતો સહજ!

® તરંગ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: