ઢટોસણ- એક અનોખું હનુમાન મંદિર

ઢટોસણ- એક અનોખું હનુમાન મંદિર
તીર્થસ્થાન પરિચય :-
મિત્રો, આમ તો ગુજરાત માં અનેક હનુંમાન મંદિર આવેલા છે અને તમે તેમાંથી ઘણા મંદિર ની મુલાકાત પણ લીધી હશે. મોટા ભાગે શનિવાર અને મંગળવાર ના દિવસે હનુમાનજી મંદિરમાં મોટી ભીડ ઉમટી પડે છે. ઘણા શ્રધ્ધાળુ લોકો આ દિવશે ઉપવાસ પણ કરતા હોય છે. ધર્મ આખરે તો આસ્થાનો વિષય છે. જેને ભગવાન માં શ્રદ્ધા છે તે સ્વયંભુ મંદિર તરફ આવવા માટે પ્રેરાય છે. મંદિર ના પરિસર માં એક પરમ શાંતિનો અનુભવ થાય છે.
આજે અમે આ શ્રધ્ધાળુ લોકો માટે એક એવા મંદિર ની જાણકારી આં લેખ દ્વારા આપી રહ્યા છીએ. જ્યાં કદાચ તમે ન ગયા હોય તો હવે તમને ત્યાની મુલાકાત લેવાની ઈચ્છા આ લેખ વાંચ્યા પછી જરૂર થશે એ વાત નક્કી છે. મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ઢટોસણ- હનુમાન મંદિર ની.
કેવી રીતે પહોંચશો?
આ મંદિર રાધનપુર- ડીસા હાઇવે પર થરાથી ચાર થી પાંચ કિલોમીટર ના અંતરે ઢટોસણ ગામ માં આવેલું છે. મંદિર જવા માટે હાઇવે પર વડા ગામ ના સ્ટેન્ડ પર ઉતરવું પડે અને ત્યાંથી ચાર કિલોમીટર દુર મંદિર પર પોતાના વાહન થી અથવા રિક્ષા થી પહોંચી શકાય છે.
મંદિર નો ઈતિહાસ:-
“સવંત ૧૮૫૦ માં રાજસ્થાન- ગામ ભીન્નમાલથી ગામ થરા શ્રી ઢટોસણ હનુમાન ને ઊંટ ઉપર લાવવામાં આવ્યા હતા. સવંત ૧૯૩૮ માં આસો સુદ એકમ ને શનીવાર ના રોજ શુભ ચોઘડિયે પ્રતિષ્ઠા કરી ને પધરાવવામાં આવ્યા છે. શેઠ અંબારામ ભાયચંદ, શેઠ હરજીવન ભાયચંદ, સુપુત્ર ઝૂમખરામ ના સુપુત્રો રતિલાલ , બબાભાઈ, જેઠાલાલ તથા મંગુબેન સવંત ૨૦૨૮/૨૦૪૦ કારતક વદ પાંચમને સોમવાર રૂપિયા ૧૫૫૨૧/-નો ખર્ચ કરી મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો છે. થરાવાળા કંદોઈ ના કુળદેવ છે.”
ઉપરોક્ત માહિતી મંદિર માં લગાવેલ શિલાલેખ પરથી લેવા માં આવેલ છે.
મંદિર પરિસર:-
આ જગ્યા પર એક ભવ્ય મંદિર આવેલ છે . આ શિવાય મંદિર ની સામે એક આંબલીનું ઝાડ આવેલ છે. તેની એક બાજુ માં સુંદર બાલવાટિકા આવેલ છે. આ બગીચામાં લીલું ઘાસ છે તેમજ બાળકોને રમવા માટે હીંચકો અને અન્ય સાધનો છે. એક બળદગાડા ની સુંદર પ્રતિકૃતિ પણ છે. રજાના દિવસે બાળકો માટે એક સુંદર ધાર્મિક પ્રવાસ નું કારણ બની શકે તેવી જગ્યા છે. મંદિરની સામે નાની એવી દુકાનો પણ છે જ્યાં પ્રસાદ જેવી વસ્તુ મળી સકે છે. વાહન પાર્કિંગ ની પણ ખુબજ સરસ જગ્યા છે.
પ્રષાદ:-
અહિયાં લોકો પોતાના બાળકો માટે રાખેલી માનતા પૂરી કરવા માટે આવતા હોય છે. લોકો હનુમાન મંદિર માં વડા પ્રશાદ રૂપે ચડાવે છે જે તેમને પોતાના તોફાની બાળકો માટે માનેલ હોય છે.
મિત્રો તમને આ લેખ કેવો લાગ્યો તેના વિષે ની ટીપ્પણી અમને નીચે ના કોમેન્ટ્સ બોક્ષમાં જણાવો. લેખ ગમ્યો હોય અને આવા બીજા લેખ વાંચવા માંગતા હોય તો અમારા ફેસબુક પેજ અને ઇન્સટાગ્રામ ઉપર અમને લાઇક અને ફોલો કરો.
જય બજરંગબલી.
- માતૃલીપી