તમે કહો તો….

તમે કહો તો….
તમે કહો તો… તમારા મૌન માં શબ્દો હું સીંચી દઉં.
આ કાબરો ના કોલાહલ વચ્ચે એક રાગ મધુરો છેડી દઉં.
પાંપણ પર બેસાડી તમને ઝૂલો હું ઝુલાવી દઉં
એક વાત એવી કરું કે વગર બોલ્યે હસાવી દઉં.
હોય દુખની લાગણી તો એને દરિયામાં ડુબાડી દઉં,
જો તમે કહો તો.. તમને ગમતું ગીત એક લલકારી દઉં.
માંગો જો ઘડી નો સાથ, તો આખો જન્મારો આપી દઉં,
છોડો જો હાથ માંથી હાથ તો , દુનિયા હું છોડી દઉં.
તમે કહો તો તમારા મૌન માં શબ્દો હું સીંચી દઉં.
આ કાબરો ના કોલાહલ વચ્ચે એક રાગ મધુરો છેડી દઉં.
-દિનેશ પરમાર