વરાણા મેળો : આઈ શ્રી ખોડીયાર માતા

ગુજરાત માં આજકાલ જો કોઈ વસ્તુ લોક જીભે સૌથી વધારે ચર્ચાતી હોય તો તે છે વરાણા નો આઈ શ્રી ખોડીયાર માતાજી નો મેળો. ઉત્તર ગુજરાતનો આ કદાચ સૌથી મોટો મેળો હશે. પુરા ગુજરાત પ્રદેશ માંથી જનતા આ મેળા માં આઈ શ્રી ખોડીયાર માતાજીના દર્શનનો લહાવો લેવા માટે ઉમટી પડતી હોય છે. જનતા અને તેની શ્રદ્ધાનો મોટો સંગમ અહિયાં થાય છે. કેટલાક લોકો તો આ મેળાને મીની કુંભ પણ કહે છે. આમ પણ આ વર્ષે પ્રયાગ રાજ માં કુંભ મેળો ચાલે છે અને અનેક ભક્તો તેનો ભાગ બન્યા છે.
ખોડીયાર માતાજી ના પ્રગટ થવા બાબતે લોક સાહિત્ય માં ઘણી જ કથાઓ જોવા મળે છે. ખોડીયાર માતાજી નું મૂળ નામ જાનબાઈ હતું. તેઓ કુલ સાત બહેનો હતી અને એક ભાઈ હતો જે તેમના પિતા મામળીય ની અખૂટ ભક્તિ થી પ્રસન્ન થઇ ને ભગવાને વરદાન સ્વરૂપ મળ્યા હતા. નાગ ડંસ ના કારણે મરણ પામેલા ભાઈ ને જીવંત કરવા જાનબાઈ પાતાળમાં અમૃત લેવા ગયેલા જાનબાઈ મોડા પડે છે , કારણ કે તેમનો પગ રસ્તા માં ખોડાઈ જાય છે. મગર ઉપર બેસીને આવેલા જાનબાઈ અમૃતથી ભાઈ ને સજીવન કરે છે. ત્યારબાદ તેઓ આઈ શ્રી ખોડીયાર તરીકે મલક માં પૂજાય છે.
પાટણ જીલ્લા ના સમી તાલુકા ના વરાણા ગામે ખોડીયાર માતાનું મોટું મંદિર આવેલું છે. જ્યાં મહા માસ માં મોટો મેળો ભરાય છે. લોકો શ્રદ્ધા થી પોતાના પ્રથમ સંતાનના જન્મ બાદ ઘાણી(પ્રસાદ) ચડાવે છે.
નીચે જુઓ વરાણા મેળાના કેટલાક લોકપ્રિય વિડીયો.
મિત્રો તમને ઉપર નો લેખ કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો અન્ય મિત્રો સાથે સોસીયલ મીડિયા માં શેર કરો અને અન્ય મિત્રો ને જાણ કરી માતાજી ના દર્શનનો લાભ અપાવો.
જય માતાજી.