ઘર ચકલીને એક પત્ર…..

0
sparrow

sparrow

ઘર ચકલીને એક પત્ર…..

ચકલી ને એક પત્ર ……

પ્રિય ચકી બેન ,

ક્યાં છો તમે ?મજામાં તો છો ને તમે…?

                    કેમ છો કહી સંબોધવા હવે તમે આંગણે દેખાતા નથીને એટલે આ પત્ર લખી રહ્યો છું. આજે અમે બધા વિશ્વ ઘર ચકલી દિવસ ઉજવી રહ્યા છીએ .જોને આંગણે મૂકી છે ચાર ની ચાસ ‘ને પાણી ની પાટ..એક સમય હતો તારી ચીચ્યારી થી અમે ત્રાંસી જતા હતા.ઉનારા ની બપોરે કેવળ તારી ચીચ્યારી ઓ ગુંજતી હતી.ક્યાં ગઈ એ ચીચ્યારી ઓ ,ક્યાં ગયો એ ગુંજારવ …? હવે તો મોબાઈલ ની રીંગ ટોન માં તારી ચિચિયારી મુકવી તને યાદ કરવાની મથામણ કરવી પડે છે.આજે સવારે એક અખબારી અહેવાલ માં વાંચ્યું કે અવાજ ના પ્રદુષણ ,માળો મુકવાના ઘાસ ની અછતે તમે વગડા ની વાત પકડી લીધી છે.વળી મોબાઈલ ના ટાવર ના રેડીયેસન થી ત્રસ્ત બની તમે લગભગ અલિપ્ત બની ખોવાય ગયા છો. તમારી સ્વભાવ ની પ્રકુતિ થી હું વાકેફ છું . સ્વભાવ ની અમારી વિસંગતા એ અમને સ્વાર્થી બનાવી દીધા છે.અને તમે અમારા થી દુર થાય ગયા છો અનો વસવસો હવે ખટકી રહ્યો છે અમને. એક સમય હતો સુરજ ના પ્રથમ કિરણ સાથે તમારો “ચીં…ચીં …કેકારવ અમારા કને અથડાતો અને સુપ્રભાત ના ઓરતા અમે માણતાં.હવે એલાર્મ ના કુત્રિમ ઘોંઘાટ થી ઝબકી જાગવાની ટેવ પડી ગઈ છે.

                            મમ્મી પણ તારા થી ખુબ નારાજ છે.એક સમયે છત ના બખોલા માં કે પંખા ની ખીંટી એ તું માળા બાંધતી અને “જા મરને “કહી ને સાવરણીથી તોડી નાખતી હતી તે મમ્મી પણ આજે કચરો વાળતી વેળા એ સહજ ભાવે બોલી ઉઠે છે “ક્યાં મરી ગઈ હવે ? આ પત્ર લખવા બેસું છું ત્યારે તારી સાથે વિતાવેલી ભૂતકાળ ની પળો યાદ આવે છે.તું ઉડાઉડ કરતી હતી અને છત ઉપર ફરતા પંખે તારી પાંખ આવી હતી અને તું મારા હાથ માં તરફડીયા મારતી પડી હતી.અને તારી સુસુશ્રા સમયે તારી આંખો માં મેં વિશ્વ ભાર ની સંવેદના અનુભવી હતી.એ સંવેદના ના સમ ….પછી આવતી રહે ….તારા માટે પાડોશી ને ત્યાં પણ માટી ના માળા મુકવી દીધા છે.બસ હવે તું આવી જા .આવ અને શોભાવ મારા આંગણા ને પુનઃ . તું નારાજ હશે …અમને ખબર છે… ચલ થોડું રિસાય લે …અમે મનાવીએ છીએ ….બસ હવે તો મનામણા કરી લે….અમે જેટલી આંધણી દોટ મૂકી ભાગ્યા છીએ ને કે તને પાછળ છોડી દીધી તેનો એહસાસ રહી રહી ને થયો છે. સાચું કહું મારી પાંચ વર્ષ ની છોકરી ને જયારે “ચકી લાવી ચણાનો દાણો ,’ને ચકો લાવ્યો તુવેર નો દાણો ” એ પંક્તિ સંભળાવું ત્યારે તે પૂછે છે પપ્પા આ ચકીને ચકો કોણ ?

                           તેઓ ભગવાન ને ત્યાં ગયા છે …….?એ પ્રશ્નો ની વણઝાર પૂછે છે ત્યારે હું નીરુતર થઈ જાવ છું .ફોર ગોડ સેક….તું પાછી આવી જા …આજે તારા દિવસે …બસ તું આવી જા…… લી. તારી લુપ્તતા નો સાચો ગુન્હેગાર હું એટલે કાળા માથા નો માનવી

 

લેખક:-દેવાનંદ જાદવ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: