જશોદાનો જાયો.

જશોદાના જાયાએ પકડી મારી આંગળી,
પકડી મારી આંગળી ને હું રે શરમાણી.
જશોદાના જાયાએ પકડી મારી આંગળી,
વનરા તે વનની વાટે વાલો મારો જાતો,
વાલો મારો જાતો ને, ગાયો રે ચરાવતો.
મટક, મટક, ચાલ. ચાલી સૌને હસાવતો.
જશોદાના જાયાએ પકડી મારી આંગળી,
પકડી મારી આંગળી ને હું રે શરમાણી.
કદંબના ઝાડે વાલો વાંસળી રે વગાડતો.
વાંસળીના સુરે કાનો મન મોહી લેતો,
મંદ મંદ હસી કાનો દિલ હરી લેતો.
જશોદાના જાયાએ પકડી મારી આંગળી,
પકડી મારી આંગળી ને હું રે શરમાણી.
નિત નિત અદભૂત એવી કળા યુ રે કરતો,
ગોવાળો નું નામ ધરી, માખણ ખાઈ લેતો,
સુખ નો સાગર બની દુઃખ હરી લેતો,
જશોદાના જાયાએ પકડી મારી આંગળી,
પકડી મારી આંગળી ને હું રે શરમાણી.
-દિનેશ પરમાર