દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા, હવે આગળ શું?

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા, હવે આગળ શું?
તમામ અટકળો અને ટીવી અને પ્રિન્ટ મીડિયા હેડલાઇન્સને ખોટી સાબિત કરતાં મહારાષ્ટ્ર અને સમગ્ર દેશની સામે એક નવા સમાચાર સામે આવી રહયા છે કે ભાજપના દેવેન્દ્રજીએ રાજ્યપાલની સામે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાનન પદ ના સપથ લીધા છે. એટલું જ નહીં એન.સી.પી.ના શ્રી અજિત પવારે પણ ડેપ્યુટી સીએમના સપથ લીધા છે.
જ્યારે આખો દેશ સવારે ઉઠે અને ચાની ચુસકી લેતો હોય અને ટીવી ખોલનારા વ્યક્તિએ જોયું કે રાજ્યપાલની સામે દેવેન્દ્રજીએ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન પદ ના સપથ લીધા હતા. એટલું જ નહીં એન.સી.પી.ના શ્રી અજિત પાવરે પણ ડેપ્યુટી સીએમના સપથ લીધા છે. કારણ કે ગઈકાલે રાત પછી, એવું લાગ્યું હતું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ મળીને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવશે.
ભાજપ અને એનસીપીના અજિત પવારજી વચ્ચેની વાતચીત રાતોરાત ચાલી હતી, મીડિયાને સમાચાર મળતા પહેલા દેવેન્દ્રજીએ રાજ્યપાલ સાથે સરકાર બનાવવા માટે વાત કરી હતી. સવારે સાડા પાંચ વાગ્યે રાષ્ટ્રપતિની સાશન રાજ્યમાંથી હટાવવામાં આવ્યુ હતું, અને સવારે આઠ વાગ્યે દેવેન્દ્રજીએ રાજ્યપાલ સમક્ષ મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન પદ ના સપથ લીધા, એટલું જ નહીં એન.સી.પી.ના શ્રી અજિત પાવરે પણ ડેપ્યુટી સીએમપદ ના સપથ લીધા છે.
આખી ઘટના એટલી ઝડપથી બની કે એનસીપી, શિવસેના અને કોંગ્રેસને કેટલાક પગલા ભરવાનો પણ સમય મળ્યો નહીં. ભાજપે ખૂબ જ તાકીદથી રાજ્યમાં સરકાર બનાવી.
થોડા દિવસો પહેલા, મહારાષ્ટ્ર ભાજપના નેતા શ્રી રાણેએ મીડિયા સમક્ષ કંઈક નિવેદન અથવા સૂચન આપ્યું હતું કે અમે સરકાર બનાવીશું અને તેની પૂરી તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ દેશ અને મીડિયા તેમના આ નિવેદનનો મતલબ સમજી શક્યા નહીં.
ભાજપ સરકારની રચના બાદ, એનસીપી અને શિવસેના સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને હરકત માં આવ્યા હતા અને મીડિયા અને દેશને આખી ઘટનાની માહિતી આપી હતી.તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભાજપ બહુમત સાબિત કરી શકશે નહીં અને બાદમાં અમે સરકાર બનાવીશું.
હાલમાં ભાજપ સરકારની રચના થઈ છે અને વિધાનસભાના ફ્લોર પર બહુમતી કેવી રીતે સાબિત કરવી તે એક જોવા જેવી બાબત હશે.
મિત્રો,
ઉપરોક્ત લેખ તમને કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો, અમને તમારી કોમેન્ટ અથવા ટિપ્પણી દ્વારા જણાવો. તમારે પણ તમારા વિચારો અથવા સૂચનો અમારી સાથે વહેંચવા જોઈએ.
આભાર ..