દોસ્ત

દોસ્તી
દોસ્ત
તારી હવે એવી કંઈક લત લાગી છે દોસ્ત,
જીંદગી તારા વિના હવે મોત લાગે છે દોસ્ત.
તારા સ્મરણો હૃદયમાં એમ છુપાયા છે દોસ્ત,
મારા એક એક ધબકાર પડછાયો તારો છે દોસ્ત.
તારી દોસ્તી બહુ મોંઘી અને દુર્લભ છે દોસ્ત,
વેચાઈ જઈશ હું આખો તોય ક્યાં મળીશ તું દોસ્ત.
તારી દોસ્તી નું વર્ણન કેમ કરું હું દોસ્ત,
સમુદ્ર માં જઈને મીઠાશ કલમથી કેમ શોધુ હું દોસ્ત.
લેખક:-પ્રથમ પરમાર
દોસ્તની વ્યાખ્યા ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે
આભાર તરંગ
તમારા વિચારો ગુજરાતીભાષા વિષે ઘણા જ સુંદર છે. આશા રાખું છું કે અમારી વેબસાઈટ પર મોજુદ રચનાઓ તમે વાંચી હશે અને તમને ગમી પણ હશે. તમારા જેવા પ્રતિભાવાન અને ઉભરતા લેખકો તથા કવિઓ દ્વારા લખાયેલી રચનાઓ વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવેલ છે. જો તમને આ રચનાઓ ગમી હોય તો વાંચતા રહેજો અને તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. તમારું આ કાર્ય પણ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર માં મોટું યોગદાન પ્રદાન કરશે. આભાર….