ૠણ, એક સત્ય હકીકત

ૠણ, એક સત્ય હકીકત
” દિશા ફોન તો ઉપાડ, કયાર ની હું Try કરૂ છું તોપણ તૂ જવાબ ભી નથી આપતી। ને આ બધુ શુ છે? ઘર મા Artificial Jewellery ને Dress Material નો Business શરૂ કર્યો તેની જાણ માત્ર Whatsapp થી જ કરી? ! નહીં આમંત્રણ કે નહીં ઉદઘાટન? આપણા બેન અને બહેનપણી ના સબંધ આટલા સાંકડા થઇ ગયા છે? ” ભામિની અે તેમની કઝીન બહેન દિશા ને પ્રશ્નો થી હુમલો કરવાનૂ શરૂ કરી દીધું હતું।
“અને આ Home Business કરવા નો આડવીતરો વિચાર તને કયાથી આવ્યો? ને તારે જરૂર ભી શૂ છે? નીરજકુમાર જેવા પતિ અને Diamond જેવા બે છોકરા સાથે નો સંપન્ન સુખ છોડી ને આવા ગાંડપણ મા કયાં પડી “?
” Cool Down Cool Down ભામીની, અેકી સ્વાસે તૂજ બોલીસ કે મને ભી બોલવા દઈશ “? મીઠા છણકા સાથે દિશા એ ભી બોલવા નુ શરૂ કર્યું।
“ભામીની, બહાર થી સોહામણું લાગતુ સુખ આભાસી ભી હોય છે। તને તો મે કયારેય નથી કીધુ પણ બરોડા થી લગ્ન કરી ને નડીયાદ ગઈ હતી।નીરજ, માતા પિતા તુલ્લય સાસુ સસરા, બહેન સખી નણંદ સાથે સંસાર હરયો ભર્યો જ હતો। નીરજ નો નાનો વ્યવસાય તથા મારા સસરા ની સારી કંપની મા જોબ ની આવક અમારા સુખી સંસાર મા સુખ ની વૃધી કરવા માટે પૂરતી હતી।
પરંતુ ભામીની, સુખ નો ભી કયાં કાયમી મુકામ અને સ્થાન હોય છે! બસ કોઇની મીઠી નજર લાગી કે શુ? અમારા જીવનમાં ભી કંઈક આવુજ થયુ। નીરજ ને Business મા ખોટ આવવા લાગી। Over Trading કરવામાં ઉધારી મા ફસાયા,પૈસા પરત આવ્યા જ નહીં। મારા ઘરેણાં, સાસુજી ના ઘરેણાં બધૂજ કરજ પૂરવા મા વહી ગયું। નીરજ અંદરથી હિંમતવાન હતા, થાય એટલી મુશકેલી ને ખાળવા ની હિંમત થી કોશિષ કરી,પરંતુ આર્થિક ફટકા એ તેમને મૂઢ માર મારી ને નિષતેજ અને ના હિમતવાન બનાવી દીધા।
ભામીની,વ્યકતી ને પોતાના દુઃખ ના આસૂં ઠાલવવા માટે એક મજબૂત અને સાચા ખંભા ની જરુર પડે છે। સુખ તો આપ મેળે Share થઈ જાય છે, પરંતુ દુઃખ તો જે ખરા અર્થમાં” આપણા” છે, એમના ખંભા પર માથુ ઢાળી ને અને એમના ખોળામાં માથું રાખીને, રૂદન કરીને હળવુ કરવુ પડે છે।
બસ,મારા મમી પપા ને અમારી આર્થિક પરીસ્થિતિ ની વાત કરી, મારા સાસુ સસરા ની મુકત સંમતિ થી અમોને ઠરીઠામ કરવા, એ હેતુથી મારા પપા એ મારા ભાઈને અમોને લેવા માટે, અમોને Settle કરવા નડીયાદ મોકલ્યો, ને અ્મે નીરાસ વદને મોટી આશાઓ સાથે વડોદરા શહેરમાં આવવા નીકળી ગયા।
પપાના વર્ષો જુના Jewellery Business ને બંને ભાઈઓએ એમની સૂઝ થી સારો એવો વિકસાવ્યો છે। મારા ભાઈઓ એટલા ખાનદાન છે કે નીરજ ના સ્વમાન ને ઠેસ ના પહોચે એટલે નવુ રોકાણ કરીને,નાનો સરખો શોરૂમ, પૂરતા સ્ટોક સાથે નીરજ ને સોંપયો। ભામીની, વ્યકતી નો સાચો શિક્ષક તો અેમનો અનુભવ જ છે। પછીતો માણસ દુનિયા ને અેમના અનુભવ ના આધારે માપતો થઇ જાય છે।
નીરજ ના કેસમાં કઈક આવુજ થયુ। છેલ્લા દશ વર્ષથી નડીયાદ છોડી ને વડોદરા મા સહેજ ઠરીઠામ થયા છીએ, તો પણ ભાડા ના ઘર મા રહીએ છીએ।
Positive Thinking છે અને શ્રી ઠાકોરજી મા વિશ્વાસ છે એટલે કયારેક તો અમારુ ખુદ નુ Sweet Home થાસે જ। એજ સપના અને આશા યૂકત અભિલાષા મા આજે અમે બેય 40 વષૅ ના થઈ ગયા, કેમકે સંઘષૅ નો આત્મ સ્વીકાર કરી ને જીવનની અનિવાર્ય લડાઈ લડવા મા જ સમય વીતી ગયો।
આજે અમો બે બાળકો સાથે અને “Always Happy” ના મંત્ર સાથે,અૃમે સુખી છીએ એવો સામાજિક દર્પણ તો જરૂર ઉભા કરવામાં મા સફળ થયા છીએ।
પરંતુ ભામીની,કેટલા કેટલા લોકો નો હાથ પકડીને મારે કહેવુ કે અમારા સુખ ની છાંયા મા ભી એક આભાસ અને સામાજિક ભાર છુપાયેલા છે।
નડીયાદ છોડતી બખતે અમારી પાસે કરજ ના પોટલા સિવાય કાઈ હતુ ભી નહીં । એ દરમિયાન જ મારા સસરા ની નોકરી પૂરી થઈ। અે પણ કરજ કેમ પુરૂ કરવુ એની સતત ચિંતા મા તો એ પણ રહેતા જ।
મારા સસરા ખૂબજ ખાનદાન અને પુરા ધાર્મિક માણસ। નીરજ ને પુરી રીતે ચિંતા મુક્ત કરવા અને અમારી નવી દુનિયા મા હૂંફ ની ઉર્જા ભરવા માટે મારા સસરા અે ઘડીક નો ભી, વિચાર કર્યા વિના તેમના રીટાયરમેંટ ના PF અને gratuity ના આવેલ તમામ પૈસા માથી અમારુ કરજ પુરુ કરી ને અમોને ચિંતા મુકત કર્યા। એમની તથા મારા સાસુ ની વધતી ઉમર, નણંદ ના બાકી પ્રસંગ, પેન્શન ની અેક માત્ર આવક અને આર્થિક અનિશ્ચિતતા વચે પણ હિંમત ની ઢાલ બનીને અમારુ આર્થિક રક્ષણ કર્યુ।
ભામીની, ધૃતરાષટ્ર અે તો તેમના પુત્રો ના સ્વાર્થી સુખ માટે પાંડવો ના હક છીનવી ને મહાભારત ઉભુ કર્યુ હતું, જયારે મારા આનંદી સસરા એ તેમના દિકરા ના ઉતકષૅ, પરમાથૅ અને સુખ માટે, તેમની મરણ મૂડી નો ત્યાગ કરી ને બલિદાન આપ્યું છે, તે પણ ઉપકાર વિના, હસતા મુખે।
ભામીની, મારા સસરા ના ભાઈ સખા 43 વર્ષ જૂના ફેમીલી Friend ,જે સુરત સેટલ થયાછે એ અમારા કુટુંબ ના ખરા અર્થમાં સ્વાધીયાયી ,નાનપણ થી જ પિતા વિહોણા, આત્મ સ્વમાની, આત્મ નિર્ભર,પરોપકારી વ્યક્તિ, અમારા ભેરૂ પારેખ અંકલ।
ભામીની તને તો ખબર જ છે કે, મારામા કયા કોઈ જાત ની હિંમત જ હતી કે કોઈ આત્મ વિશ્વાસનો સ્વાસ!
સુરત તેમના ઘરે જવા નૂ થયુ ને મને હૂંફાડી હિંમત આપી કે “દિશા તુ ભૂલી જા કે તુ પૂરતુ ભણેલી નથી, કોઇ કામ નિમ્ન નથી। આખરે તો આપણી જાત જ આપણો સાચો મિત્ર બની ને આપણી સાથે આવે છે। તારે તારી જાત મા હિંમત અને આત્મ વિશ્વાસ ઉભા કરવા જ પડસે”। પોતાના અનુભવ ના નીચોડ ના આધારે મને ભી જીવનસુત્ર આપ્યુ કે “જીવનમાં ક્યારેય પણ હારવાનુ નહીં અને રડવાનુ ભી નહીં”।બસ પારેખ અંકલ ની આ વાતો મને રહદય મા Touch કરી ગઈ। નવી ઉર્જા, નવી હિંમત અને આભાસી લાગણી થી દૂર થઈ ને નવી વાસ્તવિકતા ઉભી થઈ છે ને અેના આધારે હવે કંઈક તો કરવુ જ છે, એવા સંકલ્પ સાથે આ નાના સાહસ થી સરુઆત કરી છે।
સાસુ સસરા સાથે રહે, એવી હ્રદય થી ઈચ્છા ખરી પણ નિવરુતી પછી વ્યકિત સામાજીક રીતે અસલામતી અનુભવતો હોય છે। નડીયાદ મા બહૂજન્ય વિશાળ સર્કલ છે, એટલે એમને ત્યાં રહેવુ વધુ પસંદ છે। તોપણ બાળકોની યાદ આવતા વારંવાર અહીં આવે જ છે, અમે ભી જાયે છીએ તેમના આશીર્વાદ અને હૂંફ લેવા।
પરંતુ ભામીની,માણસ માટે મોટો અભીશાપ એમની ગરીબાઈ છે। પૈસો જીવન નૂ આખરી ધ્યેય નહી તો અનિવાર્ય જરૂરિયાત તો ચોકકસ છે જ। નિરાંતની પડોમા હું અને નીરજ બેઠા હોઇએ છીએ ત્યારે પપા ના લાગણી ભર્યા કરજ નો અવશ્ય વિચાર કરીયે છીએ જ, ને એક મોટા ગિલ્લટ સાથે જીવીયે છીએ। સાલૂ અેક મોટો સંજોગવસાત થી પણ અન્યાય થઇ
ગયો છે એ વાત માનસિક રીતે સતત સતાવે છે।
ઘર ના ભાડા,સકૂલ ફી, સામાજિક ખર્ચ, મોંઘવારી આ બધા ની વચે એટલી મોટી બચત નથી કરી શકયા કે અે રકમ અમે પરત કરી શકીએ।
ભામીની , એમણે તેઓની જતી જીંદગી ના સંઘર્ષ અને મુશ્કેલી ની રતી ભાર ભી ફરીયાદ કોઈ ને ભી નથી કરી। કેમકે પહેલે થી જ એમની ઓળખ” આનંદી કાગડા” ની રહી છે ને રાખી છે।
ભામીની, હવે મોટુ કોઈ કરજ નથી, પણ પપાજી ની મરણમૂડી ના બલિદાન નો ભાર અમને બેય ને કોરી ખાય છે। અેક પુત્ર વધૂ તરીકે કાંઇ નહી તો વધૂ અેક PENSION જેટલી રકમ પ્રસાદી રૂપે પરત કરવી, એવા ઠાકોરજી ના આશિર્વાદ મેળવી ને આ નાનો Home Business શરૂ કર્યો છે।
ભામીની, હવે તો આવીસ ને, મને શુભેચ્છા આપવા, મને મારા શુભ કામ મા સહયોગ આપવા, તારા વિશાળ સર્કલ સાથે? ” દિશા એ લગભગ ભાંગેલા સૂર સાથે એમની વાત પૂરી કરી।
વાચાળ ભામીની સામા છેડે મંત્ર મુગ્ધ થઇ ગઇ ,સહ આશ્ચર્ય થયીને માત્ર એટલું જ બોલી શકી ” દિશા ધન્ય છે તારી સમજણ શકતી ને, ધન્ય છે તારી ભાવના ને।
તારા જેવી વ્યકતી એ પુત્રવધુ ની વ્યાખ્યા જ બદલી નાખી છે,હુ તારુ ગૌરવ અનુભવુ છું। હૂ ચોક્કસ આવીશ તારી ખાનદાની ને સલામ કરવા,તને સહયોગ કરવા, મારા Friend Circle સાથે ”
લેખક:મહેન્દ્ર ઠાકર