ADMISSION

આજે ચંદ્ ની ૫મી પુણ્યતિથી હતી એટલે સંધ્યા તેના 3-1/2 વર્ષ ના નાના બાળક નિકેતન નો હાથ પકડી ને ગંભીર મુદ્રા મા,ચંદ્ ના આત્મા ને ચિર શાંતિ મળે એવી વંદના કરવા માટે પૂજા ના રુમ મા પ્રવેશ કર્યો .સુકાયેલા ગાલ અને ભીના ખુણાવારી આંખો બંધ કરીને-તેના પતિના શણગારેલા ફોટા સમક્ષ ઊભી રહીને મનોમન એક ઉંડી વેદના સાથે પ્રભુ ને પ્રાર્થના કરી રહી હતી કે મારા ચંદ્ ને િચર શાંતિ અાપજે. પ્રાર્થના ની સાથે સાથેએક ફરિયાદ પણ કરી રહી હતી કે,” હે પ્રભુ તમે મારા ચંદ્ ને મારાથી આટલો જલદી છીનવી ને તમે અમોને નોધારા કરી દીધા છે.”
સંધ્યા એ તેની ફરિયાદ તેના ચંદ્ તરફ લંબાવીને કહ્યું ,” લગભગ મારા ૨૧ મા વર્ષ મા સપ્તપદી ના સૂર, મંડપના પવિત્ર ફેરા,ઇષ્ટદેવ તથા વડીલોના અંતકરણ ના આશીર્વાદ મેળવીને આપણે અનેક સુંદર સપનાઓ સાથે લગ્ન જીવનની શરૂઆત કરી હતી. તારા પ્રેમ ની હંુફ,સ્નેહની શિતળતા આ બધુ આપીને, માત્ર અઢી વર્ષ ના- કોઈને પણ ઈર્ષા થાય- તેવા લગ્ન જીવન ને તું આમ અચાનક છોડીને કેમ ચાલ્યો ગયો ? તે પણ કાયમ માટે? સ્વર્ગ ની શોધમાં”?
“આપણા પ્રેમના પ્રતીક રુપે આપણે ત્યાં લગભગ એક વર્ષ પછી ઢીંગલી જેવી સૌને પરાણે વહાલી લાગે તેવી નિકિતા નો જન્મ થયો-ખુશાલી ના બાગ સાથે. તને યાદ છે ને કે તું પપા થયો એની ખુશી ના અતિરેક મા ફુલાયો નહોતો સમાતો.
નિકિતા જોતજોતાં મા પાપા પગલી કરતી એક વર્ષ ની થઈ ગઈતી. તું પણ તેને ઉછાડ કૂદાડ કરાવતો,તારા આલિંગન મા સમાવતો, એ મુંઝાય ના જાય ત્યાં સુધી અસંખ્ય વહાલ ના ચુંબન ચોડે જ રાખતો. ચંદ્, નિકિતા તારા ગયા પછી તારી હંુફ ને શોધતી હતી, આજે પણ તને શોધે જ છે, નમાણી થઈને. નિકિતા પણ કદાચ અફસોસ કરતી હશે કે, મારા પપા આ બધુ છોડી ને કયા ચાલ્યા ગયા?”
“ચંદ્, મારા આશ્વાસન ના શબ્દો સાંભળવા માટે તેની પાસે નહોતી સમજણ કે નહોતી કોઈ તારા પાછા આવવા ની આશા ! ત્યારે તો કોણ કોને આશ્વાસન આપે એજ સ્થિતી હતી. મારી પાસે બસ કાંઈ હતું તો એક અસહનીય શૂન્યાવકાશ . શૂન્ય તો કોઈપણ અંક ની પાછળ લાગે તો તે અંક ની અને ખુદ ની કિંમત વધારી દે છે, પણ તારી ખોટ થી ઊદભવેલી શૂન્યાવકાશ ની ચુભન આજે અમને ખૂબજ ખૂંચે છે. તને નથી લાગતું કે તે આમ અમને છોડી જઈ ને મોટો અક્ષમ્ય અન્યાય ને અપરાધ કર્યો હોય ! ”
” ચંદ્ તને યાદ તો છે ને કે, આપણે પરસ્પર સાથ,સંગાથ અને સ્નેહ ના સમન્વય થી ઘણાય સુહનેરા સ્વપ્ના ને જન્મ આપ્યો હતો,આકાર આપ્યો હતો?તારી સરસ નોકરી ની આવક માથી આપણા સપના સાકાર થવાની શરૂઆત પણ થઈ ચૂકી હતી. આમેય આપણા સપના કયા એટલા મોટા ને ભૌતિકવાદ લક્ષી હતા? ચંદ્ તું પરીવાર નો વયકતી હતો ને દરેક ને વારંવાર કહેતો કે “મારા સુખ ની વ્યાખ્યા એટલે મારો સુખી પરીવાર”.તારી દ્રષ્ટી એ કોઈપણ વ્યક્તી નું સુખ તેમના પરીવાર ના સુખ થી વિષેશ હોય જ ના શકે. જે વ્યક્તિ નો પરીવાર સુખી હોય તે વ્યક્તિ માટે જમીન ઉપર જ સ્વર્ગ સર્જાય ગયું કહેવાય.”
“તું ખરા અર્થ મા એક કર્મનિષ્ઠ હતો જ, અને ” મારો Mass મા પણ Class હોવો જોઇયે” એ સાબિત કરીને તે કંપનીમાં એક અલગ અને આગવી ઓળખ ઊભી કરી હતી. તને યાદ છે ને કે,આપણું સુખી દાંપત્ય જીવન આપણી જ્ઞાતિ મા એક પ્રેરણા રૂપ બની ગયૂ હતું . ઘણા લોકો તેને ઉંડા આદરથી, તો કોઈ છૂપી મીઠી ઈર્ષા થી જોતા થઈ ગયા હતા. પણ આ બધું માત્ર બેજ વર્ષ ના સમય મા ભસ્મીભૂત થઈને સમશાન મા સમાઈ ગયૂ , હંમેશ માટે. ચંદ્, ત્યારે હું માત્ર ૨૩ વર્ષની જ હતી, ભરપૂર યૂવાની ની ટોચ પર. તારા જવા થી , તારી સાથે ગુજારેલી હર ક્ષણ, હર દિવસ ની મીઠી યાદો અને િદલની ધડકન સિવાય કયા મારી પાસે કાંઈ બચ્યું છે!! નિકિતા-નિકેતન ની જવાબદારી, મારું અપૂરતું શિક્ષણ, આ બધુ યાદ કરુછુ તો આજે પણ ધ્રૂજી જવાય છે. ”
” તારી કાયમી ખોટે મને સમાજ ની સાચી ઓળખ આપી. એ સમયે મને સમજાવ્યું કે દેખીતી લાગણીઓ કેટલી ભ્રામક હોયછે.સમાજ ના કહેવાતા સાચા સંબંધો ની સહાનુભૂતિ નું વહેણ માત્ર ૧૫ દિવસ ની સિમા મા સિમિત થઈ ને છીછરું થઈ જાય છે. ચંદ્, હું તને કેમ સમજાવું? મારી યુવાન વય,બે બાળકો અને કાયમી એકાંકીપણુ જોતા મારા મમી-પપા તો નિષતેજ થઈને દૂ:ખ ની ઊંડી ખાઈમાં ધકેલાઈ ગયા હતા. મારા પપા તો એવું કહેતા કે,” કલિયુગ મા લોકોને પોતાનું દુખ હોયછે, અથવા તો લોકો ને જે પોતાના હોયછે તેનું દુખ હોય છે,જેમની ચુભન મા-બાપ ને વધુ ખંુચતી હોય છે.બસ તારા જવાથી મારા મમી પપા ને આ સત્ય સમજાઈ ગયું -મારા વિધવા થઈ જવાના અસહ્ય દર્દ ને છુપા અશ્રુ સાથે.”
” મારા મમી થોડા સમય પછી મને સમજાવતા થઈ ગયા કે,” સંધ્યા એકલવાયું જીવન તારી જીંદગી ને અસંખ્ય વિટંબણા સાથે લાંબી બનાવશે . તું સંમતિ આપે તો યોગ્ય પાત્ર શોધીને તારા નવા સંસાર ને વસાવીયે. બન્ને બાળકો ને અમે સંભાળી લેશુ”. મારી મમીની વાતોમાં અેક અનુભવ હતો,ઉંડી સમજણ હતી,દુખ હતું, વેદના અને મારા ભવિષ્ય ની ચિંતા પણ હતી. ચંદ્, તારા પ્રેમની યાદો અને એની નિશાનીરુપે બે બાળકોમા જ મારા નવા સંસાર ની સરુઆત થઈ ચૂકી હતી. અેટલે જ હું આ બાબતમાં જીદી વલણ સાથે નિરુત્તર રહી. કેમકે મારુ સુખ,શાંતિ,સુકુન આ બધુ તારા સંભારણા,સથવારા અને સાંનિધ્ય મા કયારનુ સમર્પિત થઈ ચૂક્યું છે.હવે તો તારા મીઠા સંભારણા અેજ મારા નવા સંસાર ની શરૂઆત છે, અને મંઝીલ પણ!. મારા મમી મને ઘણી વખત ઠપકા ના ભાવ સાથે કહેવા લાગી હતી કે, ” સંધ્યા ,તું હવે ફીલોસોફીકલ થવા માંડી છો”. હું મમીને કેમ સમજાવું કે જીવન ની લગભગ બધી જ ફીલોસોફી કોઈને કોઈની વાસ્તવિકતા ને આધારે જ રચાયેલી હોય છે, અને ઘણી વાસ્તવિકતા વ્યક્તી ને ફીલોસોફીકલ બનવા સિવાય બીજો વિકલ્પ પણ કયા આપે છે?”
“ખેર, તારી કંપની એ COMPASSIONATE Ground પર મને નોકરી આપી ને દેખીતી રીતે Financially Secured કરી દીધી છે, પણ મને જ ખબર છે કે હું આજે પણ તારા વિના કેટલી Unsecured Feel કરી રહી છું , હવે તો હું Graduate પણ થઈ ગઈ છું. ચંદ્, તારી સંધ્યા નું અસ્તિત્વ હજુ પાપા પગલી માંડી રહ્યું હતું ત્યાં જ અચાનક “ફરજ” નામનો શબ્દ તેની પુરણ કલા એ ખીલી ચૂક્યો છે. ખબર નહી આ ફરજ મને સતત મારી જવાબદારી નું ભાન કપાવે છે કે, મને પણ તારી માફક કર્તવ્ય નિષ્ઠ બનાવી રહી છે.”
” ચંદ્, આજે ફરીથી મને ” Sense of Nobodyness” નો હુમલો આવવા લાગ્યો છે, ખૂબજ એકલવાયું લાગેછે . કેમકે , તું નથી ને નિકેતન ને આજે આપણા શહેરની પ્રતિષ્ઠિત રોઝરી સ્કૂલ મા તેના Admission ના Interview માટે લઈ જવા નો છે.મને તો આવા Interview નો કોઈ અનુભવ પણ નથી,એટલે ” હું સ્કૂલ મા શું કરીશ ” એવી ચિંતા તો થાય જ છે. નિકેતન બિલકુલ તારા જેવો જ બોલકણો,Smart,રમતિયાળ ને વાચાળ છે, તારી Replica.જોત જોતા મા એ આજે સાડા ત્રણ વર્ષ નો થઈ ગયો છે. મને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે, તારો નિકેતન ગમે તેવી Competition Face કરી ને તેની તીક્ષ્ણ બુદ્ધિ થી Admission મેળવસે જ. મને અમે પણ થાય છે કે હું આ બધું તને શું કામ કહી રહી છું!!. ચાલ તેમને સ્કૂલ મા લઈ જવાનો સમય થવામા જ છે, એટલે તું ઝડપથી એને તારા આશીર્વાદ આપ.” એજ વખતે ચંદ્ ના સુશોભિત ફોટા પરથી એક ફૂલ નીચે પડ્યું , આશીર્વાદ ના સંકેત સાથે.સંધ્યા એ પણ તેમની ફરિયાદો , બળાપો અને સંતાપ કાઢીને કદાચ તેમનો ભાર એંટ લિસ્ટ આજ પુરતો તો ચોક્કસ હળવો કર્યો હશે.
સંધ્યા નિકેતન નો હાથ પકડીને રિક્ષામાં ,સ્કૂલ મા ઈંટરવયુ ના નિયત સમય પહેલા પહોંચી ને Waiting Lounge મા નિકેતન ના વારા ની જોવા લાગી. Finally, થોડી વાર ની રાહ જોયા પછી નિકેતન ના નામની બૂમ ચડી. સંધ્યા એક વિશ્વાસ તથા છુપી ચિંતા ના ભાવ સાથે, સ્કૂલ ના ફાધર ને વિવેક દર્શાવી ને -નિકેતન નો હાથ પકડીને ,અનેક આશાઓ સાથે Interview Room મા દાખલ થઈ. ફાધરે પણ હલકા સ્મિત સાથે બન્ને ને મીઠો આવકાર આપી, સામે રાખેલી ખુરશી પર બેસવાની સંજ્ઞા કરી. શરૂઆત મા તો ફાધર નો લાંબો Apron જોઈને નિકેતન ને ફાધર ડોકટર જેવા લાગ્યા. મમી તેમને કોઈ ડોકટર ના કનસલટીંગ રૂમ મા લાવી હોય તેવી ભરાંનતિ થઈ હશે એટલે રૂમની દરેક બાજુ ચકળ વકળ જોઈને સંધ્યા ની પાછળ છુપાવા ની કોશિષ કરી રહ્યો હતો. દરમિયાન જ ફાધરે બોક્ષ માથી થોડા રમકડા અને ચોકલેટસ આપીને તેમને તરત જ Interview માટે તૈયાર કર્યો.
તયારબાદ ફાધરનો નિકેતન ની સાથે નો Interview નો દોર શરુ થયો. નિકેતન પણ તેની નિર્દોષ અને તેજસ્વી મુદ્રા મા, ટીખડતા તથા તેના હાજર જવાબીપણા થી ફટાફટ જવાબો આપવા લાગ્યો.ફાધર પણ તેનું હાસ્ય રોકી ના શકયા કેમકે િનકેતને ફાધર ના સવાલો ના સરસ રીતે જવાબો આપ્યા હતા, જે સંધ્યા ફાધર ના ચહેરા ના સંતોષ ના હાવભાવ થી ફલિત કરી શકી. સંધ્યા હરખના આંતરિક ભાવથી મનોમન કહેવા લાગી કે હાશ, પ્રભુ નિકેતન ના Admission નો માર્ગ કદાચ બનાવી ચૂક્યા છે.
Interview દેખીતી રીતે પુરો થવાની તૈયારી મા હતો ને ફાધરે Informally નિકેતન ને સંબોધીને સામાન્ય ભાવથી એક નાનો પ્રશ્ન કર્યો કે, ” બેટા તારા પપા નું નામ શું છે? તારા પપા તારી સાથે અહીં કેમ નથી આવ્યા ?” સંધ્યા ના ગળામાં ઝુલતુ મંગલસુત્ર ,ચળકતા કપાળમાં સૌભાગ્ય ની લાલ બીંદી તથા સેંથામાં પુરાયેલા કંકુ ને જોઈને ,ફાધરે ઘણી હકારાત્મક અનુમાનો બાંધીને બીજો પ્રશ્ન કર્યો હશે . ફાધરનો આ આખરી સવાલ સાંભળીને નિકેતન નો ચહેરો શાંત ,આશ્ચર્યમય અને મૂંઝવણ વારો થઈ ગયો. તેમના શર્ટ ના બટનમાં તેમના નાના આંગળા ફેરવીને, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે જોઈને, ઘણી ક્ષણો સુધી તે નિરુત્તર જ રહ્યો . એક અગમ્ય ભાવ સાથે નિકેતન સંધ્યા સામે એકીટશે જોવા લાગ્યો. સંધ્યા નો ચહેરો પણ ફિક્કો અને નિસ્તેજ થવા લાગ્યો હતો. મા-દીકરા બન્ને ને Disturbed થયેલા જોઈને ફાધરને પણ થવા લાગ્યું હતું કે તેમના આ યુનિવરસલ તથા નાના સવાલ નો જવાબ કેમ નથી મળી રહ્યો ! તોપણ ફાધરે એક Positive Orientation સાથે નિકેતન ને ઉદ્દેશીને ફરીથી એજ સવાલનું પુનરાવર્તન કર્યું કે, ” બેટા તારા પાપાનું નામ શું છે?” નિકેતન એજ આગલી અવસ્થા મા રહીને નિરુત્તર જ રહ્યો. “પપા” શબ્દ કદાચ તેમના કુમળા કાનોમાં પહેલી વખત પડઘો પાડી રહ્યો હોય એવું લાગ્યું. આખરે ફાધરે સંધ્યા ને ઉદ્દેશીને પૂછ્યું કે, ” મેડમ આ વનડરફૂલ છોકરો કેમ મારા આ સામાન્ય સવાલ નો જવાબ નથી આપી શકતો?”
સંધ્યા એ પણ ઘણી જ ક્ષણો પછી-નિરાશા સાથે- થોડી હિંમત કરી ને કહ્યું ” Yes Father, નિકેતન માટે આ અતી સામાન્ય લાગતો સવાલ ઘણો અઘરો છે, એટલે તે આ સવાલનો જવાબ નહી આપી શકે. કેમકે િનકેતને ” પપા” જેવો શબ્દ હજુસુધી સાંભળ્યો જ નથી”. સંધ્યા એ તેના ભયાનક ભૂતકાળ ના Flash Back મા જઈને ફાધરને કહ્યું,” મારા હસબંડ ચંદ્ ફિલ્મો જોવાના ખૂબજ શોખીન હતા. એક શનિવાર ના રોજ , ઓફિસે થી સીધાજ મને જાણ કર્યા િવના તેના Office Friend ની સાથે Multicast મુવી જોવા ઊપડી ગયા . ઈંટરવલ મા તે બન્ને મિત્રો મધયાંતર સુધી ની મુવીની સ્ટોરીની વાતો વાગોળતા, રોડની સામેની બાજુએ આવેલા પાન ના ગલ્લા સુધી પાન ખાવા ગયા. ટોકીઝ બાજુ પરત આવતા, એક Speed થી આવતી ટેક્ષીએ મારા હસબંડ ને ટક્કર મારીને નીચે ડીવાઈડર ઉપર પાડી દીધા. મુવી નો Craze કહો કે આનંદ, થોડી વાર ની Uneasiness પછી તે ઊભા થઈને બન્ને મિત્રો એ મુવી તો પુરુ જ જોયું .
મુવી પુરુ થવાની એકાદ કલાક પછી તેમનો મિત્ર Speed થી Scooter પર આવીને મને જાણ કરેછે કે, ” ભાભી ચંદ્ ને મુવી જોયા પછી, એક નાના અકસ્માત ને લીધે, ફરી થી ચક્કર આવવા ની ફરિયાદ થઈ હતી એટલે તેમને મેં આપણી Multi Speciality ” નિસર્ગ ” હોસપિટલ મા દાખલ કરેલ છે. એટલે આપણે તરત નીકળવું પડશે.”
હું તો ચંદ્ ની મને જાણ કર્યા વિના સીધા જ મુવી મા ઉપડી જાવાની વારંવાર ની હરકતો માટે તેમને અને તેના મિત્રોને બડબડાટ થી ઠપકો આપતી રહી. મારી બેબી ને પાડોશી ના ઘરે મૂકી ને, અમે બન્ને રીક્ષા પકડી ને હોસપિટલ જવા નીકળી પડયા્ . રસ્તા મા તેના મિત્ર એ સંક્ષિપ્ત મા ટેક્ષીએ મારેલ ટક્કર ની વાત કરી. હોસપિટલ મા પહોંચ્યા પછી, અમને ડોકટરો એ જાણ કરીકે, ” ચંદ્ ને હોસપિટલ મા લાવતા ઘણું મોડું થઈ ગયું હોય એવું લાગેછે. તેમના માથામાં અંદરથી ઈજાઓ પહોંચી છે. Blood Clotting થઈ ગયું છે. અમે બનતા પ્રયાસ કરી રહ્યા છીએ” . બાદ મા ચંદ્ ને વધુ Treatment માટે Operation Theatre મા લઈ ગયા. હું તો મારા હસબંડ નું Mask પહેરેલ ફેંસ ને માંડ જોઈ શકી અને શ્રી નાથજી બાવા ની પ્રાર્થના મા ઉતરી ગઈ- જગત નો તારણહાર તો એજ છે ને ! આખરે બે ત્રણ કલાક ની માનસિક તાણ પછી અમોને જાણ કરી કે, ” Sorry, he is No More”. આમ હોસપિટલ ના તમામ સંનિષ્ઠ પ્રયાસો પણ મારા ચંદ્ ને બચાવી શકયા નહી”. સંધ્યા એ હવે રુદન ની રુકાવટો સાથે ફાધર ને આગળ કહેવાનું ચાલુ રાખ્યું. ” મારી ઉપર તો આભ તૂટી પડ્યું હતું . અમારા માત્ર અઢી વર્ષ ના લગ્ન જીવન નો આમ અકાળે અંત આવી ગયો.”
મારા હસબંડ ના આ અસહ્ય સમાચાર સાંભળી ને હું હોસપિટલ મા જ બેભાન થઈ ગઈ અને ત્યાં ના સ્ટાફે મને હોસપિટલ ના ગાયનેક વોડ મા દાખલ કરી, કેમકે, એ વખતે હું લગભગ સાડા સાત માસ ના ગર્ભ સાથે Pregnant હતી. આને આઘાત કહો કે મારા નસીબ નો કાયમી અંધકાર. મારી સ્થિતી ગંભીર થવા લાગી ને આ બધી વિટંબણા વચે નિકેતન નો મારી Pre Matured Delivery સાથે જન્મ થયો. આમ નિકેતને તો તેના જન્મ પહેલા જ એમના પપા ને ગુમાવી દીધા છે. ડીલેવરી પછી ની મારી શારીરિક સ્થિતી ઘણી જ Critical રહી હતી. એનેમીક તો હું પહેલે થી જ હતી. મને પણ ICU મા રાખવી પડી, નિકેતન અંડર વેઈટ જન્મ્યો હોવાથી, બે વીક માટે તેને પણ Incubator મા રાખવો પડ્યો . મારા ચંદ્ ની સમસાન યાત્રા વખતે ના હું હાજર રહી શકી, ના હું તેનું મોઢું જોઈ શકી કે ના હું હાથ હલાવી શકી. ફાધર આ અમારી કહાની છે અને આ અમારું સંયુક્ત પ્રારબ્ધ છે. િનકેતન, મારી દ્રષ્ટી એ દુનિયા ના અનેક બદનસીબ બાળકો મા નો કદાચ સૌથી વધુ બદનસીબ બાળક હશે” .
નિકેતન ની આ કુમળી વય જોતા, હું પણ હજુ સુધી તેમના પપા ની વાસ્તવિકતા કહેવા ની હિંમત એકઠી કરી શકી નથી- અને હજુ ઘણો સમય આવી હિંમત એકઠી ના પણ કરી શંકુ . ફાધર,બસ આ જ એ અકથ્ય કારણ છે કે નિકેતન તેમના ” પપા” સંબંધિત સામાન્ય સવાલો ના પણ જવાબો નહી જ આપી શકે. ” સંધ્યા અે તેમની વાત પર પૂર્ણવિરામ મૂક્યું .
સંધ્યા ની આ કોઈ ને પણ હચમચાવી નાંખે તેવી કરુણ વાત સાંભળ્યા પછી ફાધર તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેણે તેમની આંખો ના ભીના ખુણા તથા ચશ્મા પર નો ભેજ સાફ કર્યો . નિકેતન ના રેશમી વાળ પર વહાલથી હાથ ફેરવી ને, રુમની બારીમાં થી , દૂર દૂર ના ક્ષિતિજ તરફ નિશબદ થઈને જોવા લાગ્યા. સંધ્યા ફાધર નો ચહેરો તો ના જોઈ શકી, પણ એટલું તો સ્પષ્ટ રીતે સાંભળી શકી કે, ” Ohhh Lord! You would Not have become so cruel to them”. ફાધરે પણ પાછળ ફર્યા સિવાય, ક્ષિતિજ તરફ જોતા જોતા , તેમના હાથો થી સંધ્યા ને મુંગા મોઢે આવજો કરવા ની સંજ્ઞા સાથે રુમ છોડવા કહ્યું. સંધ્યા અને િનકેતન તો નાહિંમત હતા જ- ફાધરે પણ મા િદકરા ની સંમુખ થઈને ” આવજો” કહેવાની હિંમત ગુમાવી દીધી હતી .
સંધ્યા એક પખવાડિયા પછી, નિકેતન ને લઈને સ્કૂલ યુનિફોમ મા , સ્કૂલ મા મૂકવા આવી હતી, અસંખ્ય આકાંક્ષા અને નિકેતન ના ભવિષ્ય ના ભારોભાર સપનાઓ સાથે.
મહેંદ્ર એસ. ઠાકર
અમદાવાદ