પ્રેમ કથા : સાગરની આરાધના

કેટલાય દિવસથી સાવ સુના કોલેજ કેમ્પસમાં આજે થોડો સળવળાટ હતો. સવાર ના અગિયાર વાગ્યા આસપાસ નો સમાય થયો હશે. કોલેજ રોડની આજુ બાજુ ની દુકાનો માં પણ થોડી ભીડ જમવા લાગી હતી. સમજો કે કોલેજ નું પહેલું સત્ર હળવેક થી શરુ થઇ ચુક્યું હતું. પ્રથમ વાર જ કોલેજ આવેલા વિધાર્થીઓ એકબીજાને ટગર-ટગર નિહાળી રહ્યા હતા. કોલેજ ના પ્રથમ દિવસેજ બધા એકદમ નવા કપડા પહેરી ને આવેલા છોકરા-છોકરીઓ એકબીજાને નિહાળવા માં મશગુલ હતા. કેટલાક સિગરેટ પીવામાં તો કેટલાક મસાલા ખાવામાં વ્યસ્ત હતા. કેટલાક તો ઘરથી જાણ્યે ભુખ્યાજ આવ્યા હોય તેમ કેન્ટીન માં પેટ ભરવાનું કામ પુરજોર માં ચાલુ કર્યું હતું. લગભગ બધાજ કોલેજનો પ્રથમ દિવસ સ્પેશિયલ બનાવવાની તૈયારીમાં હતા. કેટલાક વળી થોડાક મૂંઝાયેલા હતા, જાણે ભૂલથી કોલેજ માં એડમીશન લઇ લીધું હોય એવો ચહેરો બનાવી ને હવે કઈ બાજુ જવું એવો વિચાર કરતા હતા. આ બધાની વચ્ચે સીનીયર વિધાર્થીઓ, પોતપોતાના ગ્રુપ માં ઠઠ્ઠા-મશ્કરી કરતા જોવા મળતા હતા.
અચાનક એક એકટીવા લીમડાના ઝાડ નીચે પાર્ક થયું. સફેદ ટોપ અને બ્લુ જીન્સમાં આવેલી આરાધના થોડો વિચાર કર્યા બાદ કોલેજ તરફ ચાલવા લાગી. બોરિંગ બારમાં ધોરણ પછી કોલેજ આવેલી આરાધના એકદમ ફ્રેશ હતી. કોલેજ જવાના સપના તે કેટલાય દિવસથી જોતી હતી. આજનો અનુભવ તેને રોમાંચક લાગતો હતો. આરાધના રંગે ગોરી, સ્વભાવે તેજ અને ધાર્યું કરનારી હતી. લીમડા નીચે એક બાઈક પાર્ક થયું ને સાગર આવ્યો. સાગર પણ ફર્સ્ટ યર માં પ્રવેશ લઈને ખુશ હતો. સાગર સ્વભાવે ઠરેલ , વિવેકી અને સમજદાર હતો.જુવાનીનો જોશ તેના માં હતો પણ સમજણ તેના પર ભારે પડતી હતી. નવા વિદ્યાર્થીઓ પોતાના ક્લાસ માં ગોઠવાયા. બધાની હાજરી લેવાઈ. એકબીજાનો ઓળખાણ લેવાઈ , થોડી ઘણી ચર્ચાને અંતે પ્રથમ દિવસ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો અને બેલ વાગી. સાગર અને આરાધના પોતપોતાના વાહન લેવા લીમડા નીચે ગયા અને આંખો ટકરાઈ ગયી. જરાક સરખા એકબીજાથી પ્રભાવિત થયા અને પોતાનો રસ્તો પકડી લીધો.
બીજો દિવસનો સુરજ ઉગી ચુક્યો હતો. સાગર કોલેજ રોડ પર આવીને ચાની ચૂસકી બાઈક પર બેઠા બેઠા લેતો હતો, ત્યાજ સામેથી એકટીવા લઈને આવતી આરાધના દેખાઈ. પિંક ડ્રેસ માં આજે આરાધના એકદમ સુંદર દેખાઈ રહી હતી. એકટીવા એજ લીમડા નીચે જઈને પાર્ક થયું. સાગર ના મનમાં વીજળીનો ઝબકારો થયો. એજ લીમડો ને, એજ એકટીવા, ધારીને જોયું, એજ છોકરી જે કાલે દેખાઈ હતી. સાગર વિચારતો હતો કે જે છોકરી કાલે સાવ સામાન્ય લગતી હતી તે આજે પિંક ડ્રેસમાં કેટલી સુંદર દેખાઈ રહી હતી. તેનું મન માનતું નહોતું કે તે ખરેખર કોલેજ માં આવી ગયો છે. લીમડો, પિંક કલર કે પેલી છોકરી ? કોણ સાગરને તેને તરફ ખેંચી રહ્યું હતું ? સાગર ને કશું જ સમજાતું નહોતું. ચાના પૈસા પણ ચૂકવ્યા વગર, સાગર જાણે આંખો બંધ હોય તેમ પિંક ડ્રેસની પાછળ કોલેજ તરફ ચાલી નીકળ્યો.
બધા જઈને ક્લાસ માં બેઠા, ભણાવવાનું શરુ થયું. સાગરે જોયું કે આરાધના પણ તેની નજીકની બેંચ પરજ બેઠી હતી. થોડી થોડી વારે સાગર, ત્રાંસી નજરે આરાધના તરફ જોઈ લેતો હતો. જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ બંને નું ફ્રેન્ડ સર્કલ બનવા લાગયું. હજુ સુધી એક બીજાનું પરિચય નહોતો પણ પ્રોફેસર દ્વારા કોઈ પ્રોગ્રામ માટે દસ રૂપિયા પર સ્ટુડન્ટ ફંડ કલેકશનનું કામ છોકરીઓમાં આરાધના ને સોંપતા, છોકરાઓ માં સાગરે જાતેજ ઉભા થઈને આ જવાબદારી લઇ લીધી. કલેક્શન નું ફંડ ભેગું કરી, બંને સ્ટાફ રૂમમાં પ્રોફેસરને આપવા ગયા. આ દરમિયાન બંનેની થોડી વાતચીત થઇ અને છુટા પાડી ગયા.
હવે સ્માઈલની આપલે અને હળવુંક હાય હલ્લો થવા લાગ્યું. ફ્રી સમય માં ક્લાસમાં આરાધના ને ગીત ગાતા સંભાળીને સાગર બહુ રાજી થયો. કારણ, સાગર પણ ખુબ સારું ગઈ શકતો. સાગરને આરધના સાથે વાત કરવાનું બહાનું મળી ગયું. કેન્ટીનમાં બે છોકરીઓ વચ્ચે ઘેરાયેલી આરાધનાને સાગર હાય કરે છે અને આરાધના પણ સાગર ને બાજુમાં બેસવા માટે આમંત્રણ આપે છે. પછી તો બંને જણા અનેક વાર ગ્રુપમાં તો કોઈક વાર એકલા કેન્ટીન કે ક્લાસ બહાર મળતા રહે છે. હવે બંને આને દોસ્તીનું નામ આપી શકે એવી પરિસ્થિતિ પેદા થઇ ચુકી હતી. એક બીજાના મોબાઈલ નંબરની આપલે અને બસ પછી તો પુછવું જ શું? ફેસબુક, વોટ્સએપ, અને ઇન્સટાગ્રામ પર એક બીજાને ફોલો કરવા લાગ્યા. સાગર ઉપર પ્રેમ ના છાંટણા ઉડી ચુક્યા હતા પણ આરાધના માટે તો હજી એ અહેશાશ થવાનો બાકી હતો. બધીજ સામ્યતા ધરાવતી આં દોસ્તી માં કંઇક વિરોધાભાષી હતું પણ એ આવવાની હજી થોડી વાર હતી.
કોલેજ ની સ્પર્ધાઓ માં આ જોડી સાથે ગાવા લાગી, નાચવા લાગી અને કેમ્પસ માં ફેમસ પણ એટલીજ. યુનિવર્સીટીની સ્પર્ધા માં પણ કોલેજ ને ઢગલો ઇનામ અપાવ્યા. કોલેજ માં અને કોલેજ બહાર પણ ખુબ સન્માન થયું અને પબ્લીસીટી પણ મળી. કેટલીય પરિક્ષાઓ આવી ને, કેટલીય નોટ્સની અદલાબદલી આ જોડી એ કરી ને. સારું પરિણામ પણ મેળવ્યું. હવે સમય હતો કોલેજ ના બીજા વર્ષનો. હમણા હમણાં કોલેજ માં એક નવી કેન્ટીન બનાવવા માટે વાતચીત ચાલી રહી હતી. કેન્ટીન નવી બની રહી હતી એ મહત્વનો મુદ્દો નહોતો . પણ આ નવી કેન્ટીન છોકરીયો માટે બની રહી હતી તે મહત્વનો મુદ્દો હતો. કેન્ટીન માં બેઠા બેઠા સાગર અને આરાધના વચ્ચે પણ આ મુદ્દે ચર્ચા ચાલી. ચર્ચા તો ચાલી પણ બહુ લાંબે સુધી ગઈ. હળવી વાત હવે ભારે બની ગઈ. બંને એક બીજાને સમજાવવા માંગતા હતા પણ બંને માંથી કોઈ સમજવા તૈયાર નહોતું. બંને ના વિચારો એકબીજાના વિરોધી હતા. બંને જોર જોરથી બુમો પાડીને બોલતા હતા. ત્યાં ઘણા વિદ્યાર્થી ભેગા થઇ ગયા. મામલો ગંભીર બની ગયો હતો. બંને ટેબલ ઉપર હાથ પછાડતા હતા અને આખરે ગુસ્સે થઈને કેન્ટીન છોડીને ચાલી ગયા.
કોલેજ માં બસ એક જ ચર્ચા ચાલી કે તે દિવસે કેન્ટીન માં શું થયું? વાતોનો મોટો દોર ચાલ્યો. અફવાઓનું બજાર પણ ગરમ થઇ ગયું હતું. બંને ના કોમન ફ્રેન્ડ દ્વારા બેસાડી ને સમાધાન કરાવવા પ્રયાસ કરાયો પણ એમ નહિ બની સકયું. વાત એમ હતી કે…આરાધના ઈચ્છતી હતી કે નવી જે કેન્ટીન બને છે તે માત્ર છોકરી ઓ માટે જ બને. તેમાં છોકરા ઓ નો પ્રવેશ નહિ. જયારે સાગર ની ઈચ્છા એવી હતી કે નવી કેન્ટીનના દરવાજા કોલેજ ના બધાજ વિદ્યાર્થી માટે ખુલા રહે. આરાધના છોકરીઓની પ્રાયવશી અને સુરક્ષાની વાત કરતી અને સાગર શાંતિ અને એકતાની વાત કરતો. સાગર નું કવું હતું કે અલગ કેન્ટીન બનવા થી છોકરાઓ માં ત્યાં જવા માટે ઉત્સુકતા વધશે અને બળજબરીથી ત્યાં જશે અને ઝગડાઓ થતા કોલેજની શાંતિ અને એકતા જોખમાશે. આ વિચાર ઉપર આરાધના ઘણો વિરોધ હતો ને તે માત્ર અલગ કેન્ટીન ની માંગણી પરજ અટલ હતી. બંને વચ્ચે હવે વિચારોની મોટી ખાઈ બની ગઈ હતી. આરાધના સ્ત્રી સ્વાતંત્ર્ય ની વાત કરતી અને સાગર એ વિચારને પુરા દિલ થી સ્વીકારી સકતો નહિ. આખરે કોલેજ ઈલેક્શન નો સમય આવી ગયો. સાગર તો ગયા વર્ષે ચૂંટાયેલ જી.એસ હતો તેની સામે આ વર્ષે બીજા મહેશ નામના વિધાર્થીએ ફોર્મ ભર્યું. મહેશ પણ કોલેજ માં ઠીક ઠાક જાણીતો હતો. વાતાવરણ ગંભીર બની ગયું હતું.
એક દિવસ સાગર કોલેજ પહોંચ્યો. કેન્ટીન માં જતાજ તેને મહેશને આરાધના સાથે બેસીને વાતચીત કરતો જોયો. સાગર શાંત રહ્યો અને ચાય પી ને ક્લાસમાં ગયો. તેને જોયું કે આરાધના અને મહેશ આજે આખો દિવસ ક્લાસમાં આવ્યા જ નહિ. ઠરેલ સાગર સમજી ગયો કે દોસ્તીમાં રાજનીતિ ઘુસી ગઈ છે. થોડા દિવસ પહેલાજ પોતાની હાર ભાળી ગયેલા મહેશે પહેલું કામ એ કર્યું કે બીજા મિત્રો દ્વારા આરાધનાને સંદેશો મોકલાવ્યો અને મળવા બોલાવી. મુલાકાત માં આરાધનાના અલગ કેન્ટીનના મુદ્દા ઉપર સિક્કો માર્યો અને કહ્યું અમને ટેકો આપ તો અમે છોકરીઓની અલગ કેન્ટીન બનાવીશું. આરાધના ખુબ રાજી થઇ, તેને લાગ્યું કે તેનું સપનું હવે સાકાર થશે. આ મહેશ જ છે જે છોકરીઓ માટે અલગ કેન્ટીન બનાવી આપશે. સાગરથી અલગ થલગ પડેલી આરાધનાને જાણે મોટો ટેકેદાર મળી ગયો હતો. બસ પછી શું તેજ તર્રાર આરાધના પણ મહેશને અનુસરવા લાગી અને તેની બધી વાત માનવા લાગી. ઈલેક્શન ના થોડા જ દિવસો બાકી હતા ને સાગર કેન્ટીન માં બેસી ને કોફી પીતા પીતા વિચારતો હતો કે કેન્ટીન, ઈલેક્શન અને કોલેજ ના ચક્કર માં તે તેની બેસ્ટ ફ્રેન્ડ અને ભવિષ્યની પ્રેમિકા ગુમાવી રહ્યો હતો. ત્યાંજ પાછળથી કોઈએ તેના ખભા પર હાથ મુક્યો જોયું તો રાજેશ હતો. રાજેશે હસતા હસતા કહ્યું કે “ સાગર , ભાભી તારી સામે ઈલેક્શન માં ફોર્મ ભરે છે.” સાગર વાત સમજી ગયો કે વાત આરાધનાની થાય છે તેનું મગજ ચકરાવે ચડ્યું. તે સીધો પહોંચ્યો આરાધના પાસે જે મહેશની બાજુમાંજ ઉભી હતી. જઈને બોલ્યો આરાધના જો તારે ઈલેક્શન જ લડવું હોય તો હું હટી જાઉં છે. પણ તારી આ અલગ કેન્ટીન બનાવવાની જીદ છોડી દે. આ વાક્ય ઉપર આરાધના વધારે ભડકી અને મહેશે પણ પોતાની જગ્યા પર આરાધનાને જ ઈલેક્શન લડાવશે એમ કહી આગ ઉપર ઘી રેડવાનું કામ કર્યું.
આરાધના ના મહેશ ના પક્ષમાં જવાથી બધીજ છોકરીઓ ના વોટ મહેશની તરફ થઇ ગયા. અને મહેશ ના ગૃપ ના વોટ તો ખરજ. આરાધનાએ પોતાના ટેકેદારો સાથે કોલેજ ઈલેક્શન નું ફોર્મ ભર્યું. હવે કોલેજ માં વાતાવરણ ખુબજ તંગ બન્યું.સીધો મુકાબલો સાગર અને આરાધના વચ્ચે થવાનો હતો. સાગરને પોતાની હાર સાફ દેખાઈ રહી હતી. બન્ને પક્ષો એવું સમજતા હતા કે છેલ્લી ઘડીએ એક બીજાના વોટ તોડવા માટે ગમે તે હદ સુધીના નાટક થઇ શકે છે. સાગર અને તેના ટેકેદારો નારાજ હતા. તેઓ આરાધનાની આ ચલ સમજી નહોતા સકતા. સાગર પણ રાત દિવસ એજ વિચારતો કે આરાધનાએ તેની સાથે આવું શા માટે કર્યું? કેન્ટીન બનાવીને ખરેખર આરાધનાનું શું ભલું થઇ જવાનું છે? શા માટે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે જીદ કર છે. આરાધના પણ સાગરને હરાવવા માટે જાણે કમર કશી લીધી હોય તેમ જીત માટે મક્કમ હતી.
ઈલેકશનનો દિવસ આવ્યો. બધા જ વિધાર્થીઓ લાઈન માં લાગી ને કોલેજ ઈલેકશન માં વોટીંગ કર્યું. બધા પોતાની જીત માટે દાવો કરી રહ્યા હતા. પણ સાગર ને પોતાની હાર દેખાઈ રહી હતી. બીજો દિવસ પરિણામનો હતો. બપોરે એક વાગ્યાથી મતો ની ગણતરી શરુ થઈ. શરૂઆત થી જ આરાધના ની લીડ ચાલી રહી હતી. પણ બપોરના ત્રણ વાગ્યા સુધી માં પાસું પલટાયું ને સાગરે આરાધના પર લીડ મેળવી. આરાધના ના ખેમામાં ચિંતાના વાદળો સાફ દેખાઈ રહ્યા હતા. તેઓ માની નહોતા શકતા કે આવું કેવી રીતે થઇ સકે. અને બન્યું પણ એવુજ ત્રીજા રાઉન્ડ ના અંતે આરાધના ફરીથી લીડ મેળવી લીધી અને આગળ ના એક કલાક માંજ વિજયી જાહેર કરવા માં આવી. હારેલો સાગર ખુબ દુખી થયો. આરાધનાનું વિજય સરઘસ પુરા કોલેજ કેમ્પસ માં ઢોલ નગરા સાથે ફર્યું. વિજય ના મદ માં આરાધના એ એક તુચ્છ નજર પરાજિત સાગર સામે નાખીને પછી લઇ લીધી અને એક વોટ્સેપ મેસેજ સાગરને કર્યો. “જોયું સાગર , અમે જીતી બતાવ્યું. હવે અલગ કેન્ટીન બનશે. હું સાચી હતી. મારી વાત તારે માનવી જોઈતી હતી., ફાઈનલી રાત્રે નવ વાગ્યે હોટલ સ્વાગત માં જીતની પાર્ટી છે, આવી જજે.” આરાધનાની વાત માં અહંકાર હતો એ ઠરેલ સાગર સમજી ગયો હતો.
રાત્રે સ્વાગત હોટલ માં આરાધના અને મહેશ દ્વારા પાર્ટીની શરૂઆત થઇ અને પછીતો ભીડ જામી બરબાર. ડી.જે અને ઘોંઘાટ વચ્ચે ડાન્સ ચાલી રહ્યો હતો. હોટલથી થોડે દુર હાઇવે પર સાગર અને તેના મિત્રો હારનો ગમ એકબીજાના ખભે હાથ મુકીને ભુલાવી રાહ્યા હતા. દોસ્તો ના કહેવા છતાં સાગર પાર્ટી માં જવા તૈયાર નહોતો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. પાર્ટીમાં લોકો હજુ પણ થાકતા નહોતા. ઘડિયાળ માં જોઈ મહેશે કહ્યું “ ચલ આરાધના તને ઘર સુધી ડ્રોપ કરી દઉં પછી અમે મોડી રાત સુધી પાર્ટી કરીશું.” આરાધના સહમત થતા બીજા બે મિત્રો સાથે મહેશ કારમાં આરાધનાને લઈને જવા નીકળ્યો. હોટલ બહાર ઉભેલા સાગર અને તેના મિત્રો એ આરાધના અને મહેશને કારમાં જતા જોયા. સાગરના મિત્રોએ સગારને કહ્યું, “ ભાઈ, ભાભી કારમાં મહેશ સાથે જાય છે.” સાગરે પણ આ દ્રશ્ય નિહાળ્યું. પણ થોડીજ વાર માં હારનો ગામ તેના મગજ માંથી ઉતારી ગયો બાઈક સ્ટાર્ટ કર્યું અને રાજેશને કહ્યું પાછળ બેસ. હાઇવે પર બાઈક ફૂલ સ્પીડ માં દોડાવી મુક્યું. મહેશ અને તેના દોસ્તો આરાધનાને ઘેર મુકવાની જગ્યાએ એક સુમસામ રસ્તા પર અંધારે લઇ ગયા અને આરાધના સાથે છેડછાડ સારું કરી દીધી. અત્યાર સુધી સાવ અજાણ અને બેફીકર આરાધના પરિસ્થિતિ તો સમજી ગઈ પણ ડરી ગઈ. આ લોકો સાથે આવીને તેને મોટી ભૂલ કરી દીધી હતી. મહેશ અને તેના મિત્રો દારૂના નશામાં હતા. તેની સાથે ખુબ ખરાબ વર્તન કરી રહ્યા હતા. પણ હવે શું ? તેની પાસે બચવાનો કોઈ રસ્તો નહોતો. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે.
આ બાજુ ફૂલ સ્પીડથી પીછો કરી રહેલા સાગર અને તેના મિત્રો પણ હાઇવેની બાજુમાં કાચા રસ્તે અંધારા માં ચમકતી ગાડીની લાઈટો જોઈ ત્યાં પહોંચી જાય છે. કારનો દરવાજો ખોલી આરાધનાને બચાવે છે. મહેશ સાથેની મારા મારી માં સાગરને માથા માં ઈજા થાય છે. આખરે સાગરના બીજા મિત્રો પણ ત્યાં પહોંચે છે. સાગર અને મિત્રો આરાધનાને ઘેર પહોંચાડે છે. સાગર ને માથામાં ઈજા થવાથી દવાખાના માં દાખલ કરવામાં આવે છે.
બીજા દિવશે આરાધના ફૂલોના ગુલદસ્તા સાથે હોસ્પિટલ પહોંચે છે સાગરને મળવા. સાગરનો મિત્ર કહેછે “ ભાઈ, ભાભી આવે છે.” આ વાક્ય આરાધના પણ સાંભળી લે છે. આરાધના આવીને સાગર ના હાલચાલ પૂછે છે. આરાધના કહે છે સાગર……, હવે કેન્ટીન નું શું થશે???? બધા હસી પડે છે.!!!!!!!! કારણ કે સાગરના પ્રેમના છાંટા આ વખતે આરાધનાને ઉડી ચુક્યા હતા અને એ વાત થી સાગર પણ અજાણ હતો.
- માતૃલીપી