મહારાષ્ટ્રમાં “ગરબડ ઝાલા”ની પરિસ્થિતિ સર્જન: સરકાર, રાષ્ટ્રપતિ શાસન કે ચૂંટણી?

મહારાષ્ટ્રમાં “ગરબડ ઝાલા”ની પરિસ્થિતિ સર્જન: સરકાર, રાષ્ટ્રપતિ શાસન કે ચૂંટણી?
મહારાષ્ટ્રમાં ભાજપ સરકારની રચના થઈ છે, પરંતુ રાજ્ય નું માહોલ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સવારે દેવેન્દ્રજીના સપથ પછી રાજ્યના વિવિધ દળના નાના મોટા નેતાઓની મીટિંગો ચાલુ રહી. એનસીપી-શિવસેના સંયુક્ત પત્રકાર સંકુલ યોજાયો હતો. જેમાં શ્રી શરદ પવારજી એ બી.જી.પી સાથે અજિત પવાર ગયા એ મામલા ને, અજીત પવારણો અંગત નિર્ણય ગણાવ્યો હતો.
એનસીપી આ નિર્ણય સાથે સહમત નથી તેમ જણાવી પાર્ટીની અનુશાસન સમિતિએ અજિતજી વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી હતી અને તેમને વિધાનસભા પક્ષના નેતા પદેથી હટાવ્યા હતા. શ્રી શરદ પવાર દ્વારા બોલાવાયેલી બેઠકમાં એનસીપીના તમામ ધારાસભ્યો પહોંચી રહ્યા છે અને ખાસ વાત એ છે કે અજીત પવારની સાથે સાથે બી.જી.પી. સાથે ચાલતા તેમના સાથી શ્રી ધનંજય મુંડે પણ સાંજે એનસીપીની બેઠકમાં જોડાયા હતા.
હવે શરદ પવાર એનસીપીના તમામ સભ્યો તેમની સાથે હોય એવા પ્રકારનો દેખાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે જ અજિત પવાર તેના ઘરે એકલા પડી જતા જોવા મળે છે. ગૃહમાં ભાજપ દ્વારા બહુમત સાબિત કરવાની ચર્ચા ચાલી રહી છે. દરેક જણ જાણવા માગે છે કે ભાજપ કેવી રીતે બહુમત સાબિત કરશે?
બીજી તરફ, ઉદ્ધવ ઠાકરે અને એનસીપી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપ બહુમતી સાબિત કરી શકશે નહીં અને જ્યારે બીજેપી સરકાર બહુમત સાબિત નહિ કરી સકે ત્યારે એનસીપી, શિવસેના અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવવાનો દાવો કરશે.
મહારાષ્ટ્રની ઘટનાઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. એનસીપી જેવા પોતાના સભ્યોને સંભાળી શકતા નથી. શરદ પવારજીની સાથે હજી કેટલા સભ્યો છે, શરદ પવારજી અને બાકીના લોકો માટે આ આંકડો સમજવા માટે સમર્થ બનવું ખૂબ મુશ્કેલ છે.
હવે પછી જે બનશે તે ભવિષ્યના ગર્ભમાં છે.
પરિસ્થિતિ હવે “ગડબડ ઝાલા” જેવી છે. કંઇ જ સ્પષ્ટનથી.
મિત્રો,
ઉપરોક્ત લેખ તમને કેવો લાગ્યો ? ગમ્યો ?, અમને તમારી કોમેન્ટ અથવા ટિપ્પણી દ્વારા જણાવો. તમારે પણ તમારા વિચારો અથવા સૂચનો અમારી સાથે વહેંચવા જોઈએ.
આભાર ..