સોનાનો સુરજ

સોનાનો સુરજ 


સોના નો સુરજ ઉગ્યો ને આવી હરખ ની હેલી.
શોધું છું ક્યારથી તને, ને તું રસ્તે સામી મળી.

તરસ્યા ને જાણે પાણી મળ્યું ને મૂંગા ને વાણી
લાગણીઓ નું પુર જાણે તને લાવ્યું અહી તાણી.

આંખ માંથી આંસુ વહ્યા જેમ ઝરણા નું પાણી,
વસમાં વિયોગ ની વાત તારી જાણી.

શું કહેવું ને શું નહિ? ખબર નથી પડતી.
સુકા હોઠ માથે શબ્દો જાણે માછલી તડપતી.

સોના નો સુરજ ઉગ્યો ને આવી હરખ ની હેલી.
શોધું છું ક્યારથી તને, ને તું રસ્તે સામી મળી.

-દિનેશ પરમાર


Comments