ધન તેરશ ના દિવસે ધનની પૂજા કેવી રીતે કરશો ?


ધન તેરશ ના દિવસે ધનની પૂજા કેવી રીતે કરશો ?
                                      (ચિત્ર સ્ત્રોત : ઈન્ટરનેટ)
         દિવાળી ના બે દિવસ પહેલાનો દિવસ ધનતેરશ ના દિવસ તરીકે ઉજવાય છે. હિંદુ ધર્મ પ્રમાણે આસો એટલે કે અશ્વિન માસ ના કૃષ્ણ પક્ષની તેરમી તિથી અને વાઘ બારશ પછીનો દિવસ ધનતેરશ તરીકે ઉજવાય છે. એક હિંદુ માન્યતા અનુસાર આ દિવસે દેવતાઓના ડોક્ટર એટલેકે ધન્વન્તરી દેવ ના જન્મદિવસ તરીકે પણ ઉજવાય છે.સમુદ્રમંથન માંથી પેદા થયેલા ધન્વન્તરી દેવ ભગવાન વિષ્ણુ ના અંશ સ્વરૂપ ગણાય છે, તે બધા જ રોગ મટાડનાર દેવતા છે. આયુર્વેદ અથવા બધી ચીકીત્ષા પધ્ધતિ ના દેવતા મનાય છે.
કુબેર ભગવાન ની પૂજા:
ધનતેરશ ના દિવશે ધન્વન્તરી  દેવ શિવાય બીજા જે દેવ ની પૂજા થાય છે તે છે કુબેર ભંડારી. કુબેર ભગવાન ને ધન ના ભંડાર ભરનાર દેવ ગણાય છે. કુબેર ભગવાનની પૂરી શ્રદ્ધાથી પૂજા કરવાથી ધન ના ભંડાર સદા  ભરાયેલ રહે છે એવું મનાય છે.
લક્ષ્મીજી ની પૂજા :
ધનતેરશ ના દિવશે સૌથી મહત્વની પૂજા જો હોય તો એ છે લક્ષ્મી માતાની પૂજા. લક્ષ્મી માતા ધન વૈભવ અને સુખ સમૃદ્ધી ની દેવી છે. ઘરમાં રહેલા બધા ધન લક્ષ્મી માતાજી ની મૂર્તિ આગળ મૂકી, લક્ષ્મી માતાજી ની પૂજા આરતી કરવામાં આવતી હોય છે. દૂધ, દહીં , ગૌમુત્ર, સાકાર, ઘી વગેરે બધા દાગીના ઉપર લગાવી, ઘીનો દીવો કરી , લક્ષ્મી માતાની આરતી ગાવામાં આવે છે.
- માતૃલીપી

Comments