જાણો શું છે વાઘ બારશ નું મહત્વ તમારા જીવન માં ?
(ચિત્ર સ્ત્રોત : ઈન્ટરનેટ )
વાઘ બારશ એ હિંદુ ધર્મ પ્રમાણે બહુજ મહત્વનો તહેવાર છે. આમ જોવા જઈ એ તો દિવાળી ના તહેવારોની શરૂઆત જ વાઘબારશ ના દિવસ થી થાય છે.
વાઘ બારશ એ હિંદુ ધર્મ પ્રમાણે બહુજ મહત્વનો તહેવાર છે. આમ જોવા જઈ એ તો દિવાળી ના તહેવારોની શરૂઆત જ વાઘબારશ ના દિવસ થી થાય છે.
ક્યારે આવે છે આ વાઘ બારશ ?
આસો અથવા તો અશ્વિન માસ ના બારમાં દિવસે અથવા તો કૃષ્ણ
પક્ષની બારમી તિથી એ આવે છે. આ વાઘ બારશ ગૌવાત્સ દ્વાદશી તરીકે પણ ઉજવાય છે. ધનતેરશ
ના એક દિવસ પહેલા વાઘ બારશ ઉજવાય છે.
શું કરતા હોય છે આ દિવસે લોકો ?
આ દિવશે લોકો મુખ્યત્વે દાન ધર્મનું કામ કરતા હોય
છે. આ દિવસે ગાય નું ખુબ જ મહત્વ છે. ગાય ને સ્નાન કરાવી તેને ઘાસ ખવડાવવા માં આવે
છે. ત્યારબાદ તેને ચાંદલો કરી તેની પૂજા કરવા માં આવે છે. દિવાળી પર્વની શરૂઆત નો
તહેવાર હોવાથી સાંજે અલગ અલગ દીવા પ્રજ્વલિત કરી અજવાળું કરી પર્વની ઉજવણી કરવામાં
આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર વાઘ શબ્દ પરથી વાઘ બારશ નું પર્વ ઉજવવા માં આવે
છે. જેના અનુસાર વાઘણો મતલબ થાય છે દેવું પૂરું કરવું.મતલબ કે લોકો અથવાતો વેપારીયો
આ દિવસે તેમન ચાલુ વર્ષનો હિસાબ છેલ્લી વખત લખે છે અને નવા વર્ષનો હિસાબ લાભ પાંચમ
એટલે કે દિવાળી બાદ પાંચમાં દિવશે શરું કરે છે.
-
માતૃલીપી
0 Comments