આત્મા ખોવાઈ ગયો.

આત્મા ખોવાઈ ગયો.જીવન જીવતા જીવતા, મારો આત્મા ખોવાઈ ગયો,
ફેશન ની આ દોડ માં હું તો ફંગોળાઈ ગયો.

ભણતર લીધું ભારે ને,  ભરમાઈ ગયો,
નોકરી ની ખોજ માં જાણે હું બેકાર થઇ ગયો.

પ્રેમ માં પડ્યો ને, સપના જોતો થઇ ગયો,
પપ્પા બોલ્યા: : જુઓ નવો ગાંડો ગામમાં આવી ગયો.

લગન કર્યા ને,  ઘરે લાડી લાવ્યો,
મમ્મી બોલી: આપણો છોકરો પારકો થયો.

મેહનત કરી, નોકરી મેળવી, રુપયા લાવ્યો,
દુનિયા બોલી: દીકરો મારો લાડકવાયો

દિન-રાત જોઈ નઈ, કામ કરતા કરતા થાકી ગયો.
ખુદ ને ભૂલ્યો, કીમતી સમય વેડફાઈ ગયો.

ફેશન ની આ દોડ માં હું તો ફંગોળાઈ ગયો.
જીવન જીવતા જીવતા, મારો આત્મા ખોવાઈ ગયો,

-     દિનેશ પરમાર

Comments