માતા-પિતા

માતા-પિતા

ઉપકાર તમારા કેમ રે ભૂલાવું?
ઓ માં-બાપ તમને ઈશ્વરથી મોટા કેમ ન બનાવું?

પ્રભુ એ જીવ પૂર્યો, ને તમે એનું જતન કર્યું !
અમ તુચ્છ ને તમે રતન ગણ્યું !

તપતી આ દુનિયા માં તમે માથે છાયા કરી,
મુજ ગરીબ પર કેવી મહેરબાની કરી !

તમારી ઇચ્છાઓના બલિદાનને હું શું ગણું?
ભૂખ્યા સુઈ ઓડકાર ખાવાની કળા તમથી કેમ રે શીખું?

દોરણ આ દુનિયા માં તમે ક્ષણ-ક્ષણ મરતા રહ્યા !
એ પ્રત્યેક ક્ષણે મને જીવન નવું આપતા રહ્યા !

ઉપકાર તમારા કેમ રે ભૂલાવું?
ઓ માં-બાપ તમને ઈશ્વરથી મોટા કેમ ન બનાવું?

-     દિનેશ પરમાર

Comments