કહું છું...

કહું છું...


કહું છું સાજણા... હું તને ચાહું...
બનું મીઠી છાવ ને તું મારો વડલો.

માંગું છું વાલમા હું તારાથી એટલું
હું બનું તોરણ તું મારો ટોડલો

નાચું છું મનમોહના .. પાગલ થઇ ને
હું બનું તારી ઢેલ તું મારો મોરલો.

દીધું છે દલડું તને તું સાચવજે.
હું બનું તારી રાધા તું મારો કાનુડો.

મહેકું છું તારી પ્રીતમાં તું અનુભવજે.
બનું તારી ખુશ્બુ ને તું મારો મોગરો.

કહું છું સાજણા... હું તને ચાહું...
બનું મીઠી છાવ ને તું મારો વડલો.
- દિનેશ પરમાર

Comments