તમે રે ચંપો.
તમે રે ચંપો ને અમે
કેળ થઇ ગયા
કોશીશ
બહુ કરી તોય પ્રેમમાં ફેઈલ થઇ ગયા.
પ્રેમ માં પુષ્પો
આપી અમે પાગલ થઇ ગયા
એ પુષ્પો ઉપર પગ
મૂકી ઘાયલ કરી ગયા.
પ્રણય ના ગુનાહ માં
અમે ભાગીદાર થઇ ગયા
અમને મળી જેલને એ આઝાદ થઇ ગયા.
ખબરદાર જો કોઈ કહેતા
કે કોશીશ ઓછી કરી.
પ્રેમને ઉજળો કરવા
અમે ઈજ્જત મેલી ઘાણ કરી.
તમે રે ચંપો ને અમે
કેળ થઇ ગયા
કોશીશ બહુ કરી તોય
પ્રેમમાં ફેઈલ થઇ ગયા.
-દિનેશ પરમાર
0 Comments