ઇન્સટાગ્રામ જુઓ

header ads

લજ્જાનો સાથ-સંગાથ

લજ્જાનો સાથ-સંગાથ

                          લજ્જા.. જેવું નામ એવો જ સ્વભાવ. કોઈ કઈ પૂછે એ પહેલા તો શરમથી પાણી પાણી થઇ જાય. લાંબુ કદ અને રંગે ગોરી. જેમ ઉમર વધતી તેમ તેની સુંદરતા તેનાથી હરીફાઈ લગાવતી. બારમાં ધોરણ સુધી નું શિક્ષણ પોતાના ગામમાં જ પૂર્ણ કર્યું. પપ્પા ગામની જ સરકારી શાળા માં શિક્ષક ની નોકરી કરતા હતા. પોતે આ ગામના નહોતા પણ પપ્પા ની નોકરી ના કારણે અહિયાં વસેલા. બાળપણ થી લજ્જા ગામના બાળકો સાથે રમી ને મોટી થઇ હતી. જયારે બાળપણ માં પ્રથમ વાર શાળા એ મોકલવા માં આવી ત્યારે તેને તેના પપ્પા ને સવાલ કર્યો “પપ્પા મારી સંગાથે શાળા એ કોણ આવશે? “પપ્પા એ કહ્યું “બેટા હું આવીશ”. લજ્જા એ ફરી પૂછું “પણ એ તો ખરું પપ્પા, પણ મારી સંગાથે કોણ બેસશે?” પપ્પા એ બે ત્રણ બાળકો નો પરિચય કરાવ્યો. જો આ વનિતા, મીનાક્ષી, અને અવિનાશ આપડા ઘર ની બાજુમાં જ રહે છે.તું એમની સાથે બેસી ને ભણજે હોં. આટલું કહી પપ્પા પોતાના વર્ગ માં જતા રહ્યા.
લજ્જા પણ થોડા જ દિવસો માં બધા બાળકો સાથે હળીભળી ગઈ. આ બધી છોકરીયો કરતા તેને અવિનાશ ની સાથે જરાક વધુ ફાવતું. કારણ હતું આવીનાશ નો સ્વભાવ. બિલકુલ શાંત. લજ્જા જેવો જ. બંને એકબીજા સાથે ઓછું બોલતા પણ, એકબીજાને ઘણું સમજતા. હવે બંને બારમું ધોરણ પાસ કરી ચુક્યા હતા અને નજીક ના શહેર માં અભ્યાસ માટે બસ માં અપડાઉન કરતા હતા. આવતા જતા બંને એકબીજા માટે બસ માં જગ્યા રાખતા હતા અને એક જ સીટ માં બેસી સફર પૂરી કરતા હતા. લજ્જા એ બી.એડ માં તો અવિનાશે સાયન્સ કોલેજ માં એડમીશન લીધું હતું. બંને ની કોલેજ અલગ હોવા છતાં એકબીજાને મળવા માટે પુરતો સમય કાઢી લેતા હતા. હવે બંને જુવાન હતા. લજ્જા હવે શરમાળ નહોતી ને અવિનાશ પણ પેહેલા ના જેવો શાંત નહોતો. જુવાની એ જાણે તેમને સાંગોપાંગ બદલી નાખ્યા હતા. અભ્યાશ કરતા વધારે સમય તેઓ કેન્ટીન માં , બગીચામાં અથવા થીયેટર માં પસાર કરતા હતા. બંને મિત્રો હતા કે શું હતા એ હજુ જાણે એ લોકો એ નક્કી નહોતું કર્યું? પણ બાળપણ થી સાથે ઉછરેલા એટલે ગામના લોકો હજી એ નજરે થી એમને જોતા નહિ. અચાનક એક દિવસ એક નાનકડી ઘટના બની. એક છોકરા દ્વારા લજ્જા ની છેડતી થતા અવિનાશ ખુબ જ ગુસ્સે ભરાયો અને તે છોકરા સાથે અવિનાશે મારપીટ કરી. લજ્જા અને અવિનાશ ની દોસ્તી જાણે પ્રેમ માં ફેરવાઈ ગઈ. બંને એ એકબીજા સાથે ખુલ્લા દિલે વાત પણ કરી કે એકબીજા માટે શું વિચારે છે અને કેવી લાગણી અનુભવે છે. મોબાઈલનો જમાનો નહોતો પણ સંદેશાની આપ લે શરુ થઇ ચુકી હતી. આંખો એકબીજાને હવે ગામમાં પણ શોધવા લાગી હતી. મોબાઈલ અને શોશિયલ મીડિયા થી અજાણ આ ગામમાં હજુ આ વાત ની કોઈ ને પણ બુ નહોતી. બંનેનો સાથ સંગાથ હવે જામ્યો હતો. એક બીજાની પોકેટમની હવે એકબીજા ઉપર ખર્ચાતી હતી. નાની નાની ગીફટો પણ શરુ થઇ ચુકી હતી. પણ આ બધું જાણે કુદરતને મંજુર નહોતું. પ્રકૃતિ એ જાણે પોતાના ખોળા માં બેસાડીને મોટા કરલા આ સબંધ ને પ્રકૃતિ જ ખતમ કરી નાખવા માગતી હતી. કુદરત ની થપાટ થી અજાણ આ પંખીડા કોલેજ નું પરિણામ લઇને સાંજ ની બસ માં બેસી પોતાના ગામ તરફ આવી રહ્યા હતા. કુદરત પણ જાણે આ પ્રેમીઓની છેલી મુલાકાતની મજા માણવા ની કોશિશ માં હોય તેમ. ગામમાં મચેલા તોફાનનો જરા સરખો પણ અણસાર આવવા દીધો નહિ. કુદરતે જાણે વિનાશ વેરવા માટે કોઈ જાણભેદુ ને નિમિત્ત બનાવી બંને ના ઘર સુધી આ પ્રેમ પ્રસંગ ની વાત પહોચાડી દીધી. પછી શું? બંને ના કુટુંબ વચ્ચે જોરદાર ઝગડો થયો. ગામ લોકો એ વચ્ચે પડી સમજાવ્યા. બંને ના પિતાશ્રીઓ એ પોતાના બાળક ના ઉચ્ચ અભ્યાસ માટે અનેક સપના જોયા હતા પણ આ ઘટના થી તેઓને સખત આઘાત લાગ્યો હતો. ઘેર પાછા ફરતા જ બંને નું બહુ ભૂંડું સ્વાગત થયું. ઘટના ની તીવ્રતા ઓછી કરવા લજ્જાને તેના મામા ના ઘેર મૂકી દેવા માં આવી. અવિનાશને પણ ખુબ ઠપકો મળ્યો અને વિઝા કઢાંવી વધુ અભ્યાસર્થે અમેરિકા મોકલી દેવા માં આવ્યો. કુદરત નું મન હવે ટાઢું પડ્યું હતું. જે એણે સર્જ્યું હતું એનો વિનાશ પૂરો કર્યો. ગામમાં શરું થયેલી પ્રેમકથા ગામમાં જ પૂરી.
સમય જતા લજ્જા ને સરકારી શાળા માં શિક્ષક તરીકે કોઈ ગામમાં નોકરી મળી ગઈ. પપ્પાના આદેશ અનુસાર મન માન્યું કે ન માન્યું પણ એમની પસંદગી ના છોકરા સાથે લગ્ન કરી લીધા. આ બાજુ અવિનાશ પણ અમેરીકા થી એન આર આઈ કન્યા સાથે લગ્ન કરી ભારત આવે છે. લગ્ન ના થોડા સમય સુધી વ્યવસ્થિત ચાલેલા લગ્ન જીવન બાદ લજ્જા એક દીકરી ની માં બની. બસ ત્યાર થી લજ્જા અને તેના પતિ ના ઝગડા વધ્યા અને છેવટે છુટાછેડા તેનું પરિણામ આવ્યું. હવે લજ્જા તેની એક વર્ષ ની બાળકી સાથે નજીક ના શહેર માં સ્થાયી થયી ગઈ. લજ્જા હવે પહેલા કરતા સારું જીવન જીવવા લાગી હતી. લજ્જા ભણેલી અને હોશિયાર સ્ત્રી હતી .તે પિતાજી ના ઘેર રહેવાની જગ્યાએ , શહેર માં સ્વતંત્ર રીતે રહેવા લાગી અને બાળકી નો ઉછેર કરવા લાગી. લગ્ન બાદ અવિનાશ પણ ખાસ કઈ ખુશ નહોતો. તેમાં વળી તેની પત્ની ખુબ જ બીમાર રહેવા લાગી. અજ્ઞાત બીમારી થી ઘેરાયેલી અવિનાશની પત્ની ખુબ સારવાર અને ખર્ચો કરાવ્યા બાદ અવસાન પામી. અવિનાશ નાની ઉમર માં વિધુર બની ગયો.
થોડા દિવસ એકલવાયું જીવન ગાળી કંટાળેલા અવિનાશ અજાણતા જ એક દિવસ કાર ચલાવતા બાજુ માંથી પસાર થયેલી બસમાં લજ્જા ને બેઠેલી જોઈ. તેને આંખો પર વિશ્વાસ ના બેઠો. અને પોતાના ઘર પર પાછો આવી ગયો. મન માં હજુ એજ વિચારો ચાલ્યા કરતા હતા. લજ્જા અને અહિયાં? પણ શું કરતી હશે અહિયાં? એણે મને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો? અરે હા એ મને શું કામ શોધે? હું એકલો છું. પણ એ ક્યાં એકલી છે? મારે એને મળવું જોઈએ? મળી ને હું શું કરીશ? આવા બધા વિચારો વચ્ચે માંડ માંડ સુવા નો પ્રયત્ન કર્યો. સવારે ઓફીસ ગયો ને સાંજે પાછો આવ્યો. પણ લજ્જા નો માસુમ ચેહરો તેની આંખો સામેથી હટતો નથી. અવિનાશને લાગતું હતું કે તેના પાંચ વર્ષ માટે અમેરિકા જવા ના નિર્ણયે તેની આખી જીંદગી બગાડી નાખી. બસ તે દિવસે ઘરવાળા ના વિરોધ છતાં ભારત માંજ રહ્યો હોત તો લજ્જા સાથે લગ્ન કરી શક્યો હોત. ઊંડા નીશાશા નાખી પડખુ ફરી ને અવિનાશ સુઈ ગયો. આ બાજુ લજ્જા પણ પોતાની રામકહાણી પર ભરપુર પછતાઈ રહી હતી. પિતાજી બીજા લગ્ન માટે કહેતા પણ પાછલા અનુભવો અને આ બાળકી નો વિચાર કરતા બધું માંડી વાળતી.
વિધિ ના વિધાનથી અજાણ આ બે પાત્રો પોતાનું જીવન જીવતા હતા. પણ પાંચ છ વરસ ની લાંબી ઊંઘ માંથી ઉઠેલી કુદરતે કરવટ બદલી હતી. જોરદાર વાયરા ફૂંકાયા. કોરી ધરતી પર જાણે અમી છાંટણા કર્યા. માટી ની સોડમ ચારે બાજુ હવા માં પ્રસરી. મોરલા બોલવા લાગ્યા. ધીમી ધાર નો વરસાદ સારું થયો. આહ હા હા... લીલી હરિયાળી ચારેય બાજુ ફેલાઈ ગઈ. કુદરત ને લાગ્યું કે પ્રેમ ગીત ગાવાનો જબરો સમો છે. છાપા વાંચતા વાચતા બંને પાત્રો તેમાં આવેલા જાહેર ખબર ના પાનિયા માં તેમની યુનીવર્સીટી ના વાર્ષિકોત્સવ અને અલ્યુંમની ફંકશન માં જવાનો નિર્ણય કરે છે. કાર્યક્રમ માં જમતા જમતા બને બુફે ની લાઈન માં બંને ના મનપસંદ ગુલાબજામુન લેવા આગળ વધે છે અને એવામાં એકબીજાની સામે આવી ને ઉભા રહી જાય છે. ઓહ...બંને ના મુખ માંથી કાંઇક આવા જ ઉદગાર નીકળ્યા. માંડ માંડ પોતાની જાત ને સંભાળી. એક ખૂણા માં બેસી એકબીજાની આપવીતી કીધી. બસ પછી શું? રોજે રોજ મુલાકાત નો દોર શરું થયો. જાણે કોલેજ ના જ દિવસો પાછા આવ્યા. બંને એ ભેગા મળી ને લજ્જા ના પિતાને પોતાની લગ્ન ની ઈચ્છા જણાવી. પિતાજી પણ જાણે પોતાની ભૂતકાળ ની ભૂલ સુધારતા હોય તેમ તરતજ મંજુરી આપી દીધી. લજ્જા ના લગ્ન થયા અને પોતાની બાળકી સાથે અવિનાશ ના ઘેર આવી. અવિનાશ પણ લજ્જા માટે આખી દુનિયા ને જાણે સ્વીકારવા તૈયાર બેઠો હતો. લજ્જા ખુબ ખુશ હતી, ને કેમ ન હોય આજે ફરી થી જુનો સાથ અને સંગાથ હતો.
( નોંધ:ઘટના, નામ બધુજ કાલ્પનિક છે. જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ જોડાણ કે સામ્ય નથી.)
- દિનેશ પરમાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ