પ્રવાસમાં શું ધ્યાન રાખશો?

પ્રવાસમાં શું ધ્યાન રાખશો?


                     પ્રવાસ એ શબ્દ એ આપણી જીંદગી થી બહુ નિકટતા થી જોડાયેલ છે. પ્રવાસ અનેક પ્રકાર ના હોઈ શકે. સૌ પ્રથમ તો પ્રવાસ એટલે શું? પ્રવાસ કોને કહેવાય ? તમારી જીંદગી ના સમયનો ચોક્કસ ભાગ જે તમે તમારા ઘર થી દુર કોઈ જગ્યા એ વિતાવો છો એ પ્રવાસ. પ્રવાસ તમારો મનગમતો કે અણગમતો પણ હોઈ શકે. જેમકે વેકેશન માં બાળકો આબુ ફરવા જાય એ એમના માટે મનગમતો પ્રવાસ હોઈ સકે. પણ તમારી નોકરી માં બદલી ઘર થી દુર થાય  અને ત્યાં એકલા જઈને રહેવું પડે , આ પ્રવાસ કદાચ તમારા માટે અણગમતો હોઈ શકે. સમય ની સીમા અનુસાર પ્રવાસ લાંબો કે ટૂંકો હોઈ સકે.
                  તીર્થ યાત્રા પણ પ્રવાસનો એક ભાગ જ છે. ફર્ક માત્ર એટલો છે કે તીર્થ યાત્રા માં તમારી શ્રદ્ધા એમાં ઉમેરાઈ જતી હોય છે. જે લોકો પોતાની યુવાની માં ઘણા પ્રવાસ કરતા હોય છે એજ લોકો પોતાના વૃદ્ધાવસ્થા માં પણ ઘણી તીર્થયાત્રા કરતા હોય છે એવું સામાન્ય પણે જોવા મળતું હોય છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે બસ આ યુવાની જ સર્વસ્વ છે. જ્યાં સુધી યુવાન છીએ ત્યાં સુધી જેટલું ફરવું હોય તેટલું ફરી લો , પછી ઉમરલાયક થતા શરીર સાથ નહિ આપે અને વધારે પ્રવાસ નહી કરી શકાય. એમ વિચારી યુવાની માં જ વધારે પ્રવાસ કરવાની કોશીશ કરતા હોય છે. વળી, કેટલાક લોકો પોતાની યુવાની કરીઅર બનાવવા માં તથા મહેનત કરી પૈસા કમાવવા માં જ વિતાવી દેતા હોય છે, અને કમાવેલા પૈસા થી મોટે ઉમરે તીર્થ યાત્રા કરવાના પ્રયત્નો કરતા હોય છે. બંને માંથી કોણ કેટલું સાચું કે યોગ્ય છે તે વિચારવું રહ્યું.
                તમારી જિંદગી પણ લાંબા સમય સુધી ચાલતો એક પ્રવાસ જ છે. રોજ નવો દિવસ ઉગતો હોય છે અને તમારે નવી મંઝીલ તરફ આગળ વધવાનું હોય છે. આ પ્રવાસ માં કેટલાક ના રસ્તા પહેલે થી જ નક્કી થયેલ હોય છે. જયારે કેટલાક લોકો માટે પ્રવાસ  સાવ જ અજાણ્યો હોય છે .આવા પ્રવાસી ઓ પોતાનો પ્રવાસ પૂરો કરવા માટે રોજ નવા રસ્તાઓની શોધ કરતા હોય છે. તેમના માટે આ કામ તકલીફ દાયક નહિ પણ એક ચેલેન્જ જેવું હોય છે અને આ લોકોને સાવ સામાન્ય જીવન નહિ પણ આવું ચેલેન્જ વાળું જીવન જ પસંદ હોય છે. આવી ચેલેન્જ એમને રોમ રોમ રોમાંચિત કરી દેતી હોય છે. અમુક લોકોને રોજ બાળક ની જેમ નવી વસ્તુ જોવી ગમતી હોય છે. આવા  લોકો એક જગ્યાએ થી બીજી જગ્યા એ પુન: પુન: સ્થળાંતર કરતા હોય છે. એક સ્થળ પર બહુજ ઓછો સમય ટકતા હોય છે.
               પ્રવાસ માં તમને વિવિધ અનુભવો થતા રહેતા હોય છે. કેટલાક સારા તો કેટલાક ખરાબ. કેટલાક ભૂલી જવામાં જ  મજા હોય છે તો કેટલાક લાઈફ ટાઇમ યાદ રહી જતા હોય છે. તમાર દરેક પ્રવાસ પછી તમને એક તેની એક સ્ટોરી મળી જતી હોય છે. આ અનુભવો ઘણીવાર તમને ઘણું બધું શીખવી જતા હોય છે. પ્રવાસ માં કેટલીક બાબતો ઘણી ધ્યાન માં રાકવા જેવી હોય છે. જો તમે એમાં કઈ ભૂલ કરો તો એ પુરા પ્રવાસની મજા બગાડી નાખતું હોય છે. મહત્વની કેટલીક બાબતો ની ચર્ચા આપણે નીચે વિગત વાર કરી રહ્યા છીએ. આશા રાખું છું કે તમને એ પસંદ આવશે અને હવે પછીના પ્રવાસ માં તમે આ બાબતો નું ધ્યાન રાખવાની કોશિશ કરશો.

૧. ખાવા પીવાની બાબતો માં શું ધ્યાન રાખશો ? :
                        પ્રવાસ માં જો કોઈ સૌથી મહત્વની વાત હોય તો એ છે, જમવાનું. પ્રવાસ ના સ્થળ પસંદગી સમયેજ વિચારી લેવું જોઈએ કે જે સ્થળે આપણે જવાના છીએ ત્યાં ખરેખર ખાવા પીવા ની વસ્તુ સરળતા થી ઉપલબ્ધ છે કે નહિ . ઘણી વાર આપને સ્થળ પર પહોચીએ અને પછી ખબર પડે કે ત્યાં તો નજીક માં જમવા ની કોઈ સુવિધાજ નથી. પછી શું પ્રવાસ ભૂખ્યા પેટે જ પૂરો કરવો પડે. આવું થવાની શક્યતા નિવારવા માટે પ્રવાસ ના સ્થળની પહેલે થી પૂરી માહિતી એકત્ર કરો.

૨. પ્રવાસ ની સમય સીમા કેવી રીતે નક્કી કરશો? :  
                     પ્રવાસની સમય સીમા નક્કી કરવી ખુબ જ આવશ્યક છે. વધારે પડતો લાંબો કે ટૂંકો પ્રવાસ , તેની મજા ખરાબ કરી સકે છે. ઘણી વાર સમય ના અભાવે પ્રવાસ ટૂંકાવી નાખવો પડે છે અને ઘણા જોવા લાયક સ્થળો રહી જતા હોય છે. તેનાથી ઉલટું લાંબો પ્રવાસ ખુબ જ થકવી નાખતો હોય છે અને સારા સ્થળે પંહોચીને પણ તેનો આનંદ લઇ શકતો હોતો નથી.

૩. વાહનની પસંદગી કેવી રીતે કરશો?


                    ટૂંકા ગાળા ના સમય માટે આપણે મોટેભાગે આપનું પોતાનું વાહન ઉપયોગ કરતા હોઈએ છીએ તો લાંબા ગળાના પ્રવાસ માં આપણે વાહન ભાડે કરીને જતા હોઈએ છીએ. મુસાફરની સંખ્યા અને પ્રવાસ ના દિવસો ના આધાર પર વાહનની પસંદગી કરવી જોઈએ. વાહન માં બેસનારને અગવડ ના પડે એ પ્રમાણે નાનું મોટું વાહન પસંદ કરવું.

૪. કોની સાથે જશો પ્રવાસ?
                    પ્રવાસ નું આયોજન આપણે આપણા પરિવાર ના સભ્યો અથવા મિત્રો અથવા ઓફીસ ના સહકર્મીઓ સાથે જતા હોઈએ છીએ. આ બધાજ લોકો સાથે પ્રવાસ માં જતા આપણે આપણા વર્તન-વ્યવહાર માં જરૂરી ફેરફાર કરવા પડતા હોય છે.

૫. સ્થળ ની પસંદગી માં શું ધ્યાન રાખશો?:


                પ્રવાસના સ્થળની પસંદગી કરતા પહેલા આપણે ઋતુ, મોસમ , હવામાન, આબોહવા વગેરે ધ્યાન માં રાખવું પડતું હોય છે.

 ૬. પૈસાની સગવડ કરવી  :
                   પ્રવાસમાં જતા પહેલા અને પ્રવાસ દરમ્યાન જો કોઈ અતિ મહત્વની વસ્તુ હોય તો એ છે પૈસા, રોકડ. પ્રવાસ માં જતા એક ચોક્કસ રોકડ સાથે રાખવી જરૂરી છે. તદુપરાંત સાથે એટીએમ કમ ડેબીટ કાર્ડ પણ રાખવું એટલુજ મહત્વનું છે.

૭. કપડાની પસંદગી કરવી  :


                     પ્રવાસ માં લોકો મોટી મોટી બેગ ભરી ને કપડા સાથે લઇ જતા હોય છે. પરંતુ ઘણી વાર જરૂરી કપડા જ ભૂલી જતા હોય છે. જેમકે રાત્રે સુતી વખતે પહેરવા માટે ના હલકા કપડા. નાહવા અથવા સ્વીમીંગ કરવા માટેના કપડા . ઋતુ અનુસાર સ્વેટર, જેકેટ, જીન્સ, ટોપી , બેલ્ટ, વગેરે વગેરે.

 ૮.બાળકો માટે જરૂરી : નાની ઉમર ના બાળકો જયારે તમારી સાથે પ્રવાસ માં હોય ત્યારે તમારે તેમની વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. તેમાં કપડા થી લઈને દરેક નાની વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે.
નકશો : જયારે મોટો પ્રવાસ માં અને અજાણ્યા સ્થળે પ્રવાસમાં જી રહ્યા હોય ત્યારે ત્યાનો નકશો તમારી પાસે હોવો અત્યંત જરૂરી છે. આજ ના ડીજીટલ યુગ માં મોબાઈલ પર ગુગલ મેપ એપ્પ્લીકેસન ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી સકાય છે.

૧૦.હોટલની પસંદગી કરવી :
       લાંબા પ્રવાસ માં રાત્રી રોકાણ કરવું જરૂરી હોય છે. અને રાત્રી રોકાણ માટે યોગ્ય હોટલ ની પસંદગી પણ એટલી જ જરૂરી હોય છે. હોટલની પસંદલી તેમની સુવિધાઓ, અને રૂમ ની ઉપલબ્ધતા તથા તેના ભાડા ના આધારે કરવી પડતી હોય છે.
મિત્રો જો આપણે ઉપર જણાવેલ દસ બાબતો નું પુરતું ધ્યાન રાખીએ તો આપણો પ્રવાસ સુખમય પૂરો થઇ શકે. આભાર .
-     દિનેશ પરમાર

Comments